ટ્રમ્પે ફરીથી કર્યો જીતનો મોટો દાવો, ગેરકાયદેસર આ રીતે Vote ચોરવાનો મૂકયો ગંભીર આરોપ

ટ્રમ્પે ફરીથી કર્યો જીતનો મોટો દાવો, ગેરકાયદેસર આ રીતે Vote ચોરવાનો મૂકયો ગંભીર આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Elections Result) માટે મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન (Joe Biden) બહુમતીના આંકડાથી ખૂબ જ નજીક છે અને ટ્રમ્પ તેમનાથી ઘણા પાછળ ચાલી રહ્યા છે. બાઇડેન 264 વોટોની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)થી આગળ ચાલી રહ્યા છે જેમને માત્ર 214 ઇલેકટરોલ વોટ મળ્યા છે. આ બધાની વચ્ચે ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરીથી પોતાની જીતનો દાવો કર્યો છે. સાથો સાથ આશંકા વ્યકત કરી છે કે ગેરકાયદે વોટ દ્વારા આ ચૂંટણીને ‘ચોરવાની’ કોશિષ થઇ રહી છે.

ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે જો તમે લીગલ વોટ ગણો તો હું આરામથી જીતી રહ્યો છું. પરંતુ જો તમે ગેરકાયદે (મેલ ઇન બેલેટ્સ) વોટ ગણશો તો તેઓ (ડેમોક્રેટ) આના દ્વારા અમારી પાસેથી જીત છીનવવાની કોશિષ કરી શકે છે. હું કેટલાંય મોટા રાજ્ય ઐતિહાસિક માર્જીનની સાથે જીતી ચૂકયો છું.

‘ઓપિનિયન પોલ્સમાં જાણીજોઇને દેખાડવામાં આવ્યો બ્લૂ વેવ’

ટ્રમ્પે ઓપિનિયન પોલ્સને નકલી ગણાવતા કહ્યું કે ઓપિનિયન પોલ્સ કરનારાઓને જાણીજોઇને આખા દેશમાં બ્લૂ વેવ (ડેમોક્રેટના પક્ષમાં) દેખાઇ. અસલમાં આવી કોઇ વેવ નહોતી. આખા દેશમાં મોટી રેડ વેવ (રિપબ્લિકનના પક્ષમાં) છે, તેનો મીડિયાને પણ અંદાજો હતો પરંતુ અમને તેનો ફાયદો થયો નથી.

‘મેલ ઇન બેલેટ્સનું એકતરફી થવાનું હેરાની કરનારું’

મેલ ઇન બેલેટ્સમાં ગડબડીની આશંકા વ્યકત કરતાં ટ્રમ્પે કહ્યું કે હેરાનીની વાત એ છે કે મેલ ઇન બેલેટસ કેવી રીતે એક પક્ષ (ડેમોક્રેટ)ની જેમ જ દેખાઇ રહ્યું છે. આ એક ભ્રષ્ટ પ્રેક્ટિસ છે અને લોકોને પણ ભ્રષ્ટ બનાવે છે, ભલે તે અંદરથી એવી ના હોય.