PM મોદીએ જો બાઇડેન-કમલા હેરિસને શુભકામના પાઠવતા કરી આ ખાસ Tweet

PM મોદીએ જો બાઇડેન-કમલા હેરિસને શુભકામના પાઠવતા કરી આ ખાસ Tweet

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (US Presidential election result) જો બાઇડેન (Joe Biden)ને જીતની શુભકામનાઓ પાઠવી છે. સાથો સાથ ભારતીય મૂળના કમલા હેરિસ (Kamala Harris)ને ઉપરાષ્ટ્રપતિ બનવા પર તેમને પણ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ આશા વ્યકત કરી છે કે બાઇડેન-હેરિસ પ્રશાસનની સાથે ભારત-અમેરિકાના સંબંધ નવી ઊંચાઇએ પહોંચશે.

અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા જો બાઇડેનને અભિનંદન પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે તમારી શાનદાર જીત માટે શુભકામનાઓ. ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને લઇને આપવામાં આવેલ પોતાનું યોગદાન વખાણવાલાયક રહ્યું. મને એક વખત ફરીથી ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઇ જવામાં તમારી સાથે કામ કરવામાં ખુશી થશે.

‘તમારી ચિટ્ટિયા જ નહીં, તમામ ભારતીય-અમેરિકનો માટે ગર્વની પળ’

આ સિવાય એક બીજી ટ્વિટમાં તેમણે ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, ‘તમારી સફળતા પ્રેરણા આપનારી છે. આ ફક્ત તમારી ચિટ્ટિસ (તમિલમાં- મૌસિયોં) માટે, પરંતુ તમામ ભારતીય-અમેરિકનો માટે પણ ગર્વની ક્ષણ છે. હું આશા રાખું છું ભારત અને અમેરિકાના સંબંધો તમારા નેતૃત્વ અને સહયોગથી નવી ઉંચાઈઓને સ્પર્સશે. 

જો બાઇડેને ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા

આપને જણાવી દઈએ કે ભારતીય સમય મુજબ યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો શનિવારે રાત્રે આવ્યા હતા. જાન્યુઆરી 2021માં વ્હાઇટ હાઉસની કમાન ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનના હાથમાં આવવાનું નક્કી છે. બાઇડેને રિપબ્લિકન ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને પેન્સિલ્વેનિયાને પણ પોતાના નામે કરી દીધું છે. તેની સાથે જ તેમણે જરૂરી 270 ઇલેકટરોલ વોટ મળી ગયા.

જીત બાદ બાઇડેને કહ્યું કે, હું બધા અમેરિકનોનો રાષ્ટ્રપતિ છું

જીત બાદ બાઇડેને ટ્વીટ કર્યું, અમેરિકા, હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે તમે મને દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું આગળનું કામ મુશ્કેલ હશે, પરંતુ હું વચન આપું છું કે હું તમામ દેશવાસીઓનો રાષ્ટ્રપતિ રહીશ- તમે મને વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય. તમે જે વિશ્વાસ મારામાં દેખાડયો છે તેને હું પૂરો કરીશ. આપને જણાવી દઇએ પેન્સિલવેનિયામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા પરંતુ જેમ-જેમ મેઇલ-ઇન બેલેટની ગણથરી કરી તેમ-તેમ બાઇડેન આગળ નીકળતા ગયા.