છેલ્લા 100 વર્ષથી ગુજરાતમાં અહિં દિવાળીની રાત્રે ખેલાય છે યુદ્ધ, લોકો એક-બીજા પર કરે છે બોમ્બમારો

છેલ્લા 100 વર્ષથી ગુજરાતમાં અહિં દિવાળીની રાત્રે ખેલાય છે યુદ્ધ, લોકો એક-બીજા પર કરે છે બોમ્બમારો

છેલ્લા 100 વર્ષથી સાવરકુંડલા (Savarkundla)માં દિવાળી (Diwali-2020)ની રાત્રે પારંપારિક (Traditionally ) રીતે ખેલાતું ઇંગોરીયાનુ યુદ્ધ (The Battle of Ingoria) અતિ રોમાંચક હોય છે. જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરતાં હોય છે. આ લડાઈ નિર્દોષ અને નુકસાનકારક નથી જેની સાવરકુંડલા વાસીઓએ કેવી કરી છે તૈયારી શું છે લડાઈ અને ઈંગોરિયા જોઇએ રિપોર્ટમાં.,

આ અતિ રોમાંચકારી નિર્દોષભાવે ખેલાતું યુધ્ધ સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષ પહેલાંથી ખેલાય છે. વર્ષો પહેલાં સાવર અને કુંડલા એમ બે ભાગમાં યુવાનો વહેચાઇ જતાં અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતાં ઇંગોરીયા ફેંકી લડાઇ કરતા હતા. આ યુદ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે, આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે. આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતું નથી અને રોકેટ જેમ છનનન કરતું આવતાં ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

વૃક્ષ પર પાકતા ઈંગોરીયા નાના ચીકુ જેવું હોય છે અને છેલ્લાં સો વર્ષથી સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ની લડાઈ પારંપરિક રીતે રમાય છે હાલ કોરોના મહામારીના કારણે હિંગોરીયાની લડાઇ થશે કે નહીં તે અવઢવમાં સાવરકુંડલાના યુવાનોએ ઈંગોરીયા અને કોકડા તૈયાર નથી કર્યા. સામાન્ય રીતે એકથી દોઢ લાખ કોકડા અને 50,000 ઉપરના ઇંગોરીયા ભરવામાં આવે છે અને શહેરીજનો યુવાનો એકબીજાની સામસામે સળગતા કોકડા અને ઈંગોરીયા ફેકે છે.

આ લડાઈ નિર્દોષ અને માણવા જેવી છે જેને જોવા માટે દૂર-દૂર દેશાવર અનેક લોકો આવે છે ચાલુ વર્ષે ઈંગોરીયા એકનો ભાવ રૂપિયા 12 છે અને કોકડાનો ભાવ સાત રૂપિયા છે પરંતુ આ કોકડા દિવાળી પહેલા એક દોઢ મહિને તૈયારી કરવામાં આવતી હોય ચાલુ વર્ષે એકમાત્ર વ્યક્તિએ ઈંગોરીયા અને કોકડા તૈયાર કર્યા છે અને એ પણ બહુ જ ઓછા. જો કે લડાઈ તો રમાશે જ પરંતુ એકાદ કલાકમાં આ ઈંગોરીયા યુદ્ધ સમેટાઇ જશે ત્યારે આ રોમાંચક લડાઈ દિવાળીના દિવસે માણવા જેવી અને જોવા જેવી હોય છે.