PM મોદીએ દેશવાસીઓને દિવાળીના પાવન પર્વની પાઠવી શુભકામના, કહ્યુ સ્વસ્થ રહો સમૃદ્ધ રહો

PM મોદીએ દેશવાસીઓને દિવાળીના પાવન પર્વની પાઠવી શુભકામના, કહ્યુ સ્વસ્થ રહો સમૃદ્ધ રહો

દિવાળી એટલે હર્ષોલ્લાસનો તહેવાર. કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીનો તહેવાર છે. દેશભરમાં દિપાવલીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના બજારોમાં છેલ્લી ઘડીની ભીડ છે. ત્યાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PM Narendra Modi  શનિવારે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ PM Narendra Modi ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. PM મોદીએ કહ્યું કે દીપાવલીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. બધા માટે શુભ દિવાળી! આ તહેવારને ઝળહળતો અને ખુશીઓથી ભરી દો. તમામ લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે તેવી દિલથી શુભકામના.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે President Ram Nath Kovind શુક્રવારે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ President Ram Nath Kovind દેશના નાગરિકોને ઉત્સવની ઉજવણીની સાથે સાથે સમાજના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની પણ દિપાવલી સારી જાય તેવો સંકલ્પ કરવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવતા આ પર્વ દેશમાં એકતા અને ભાઈચારાની લાગણીને મજબૂત બનાવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે President Ram Nath Kovind કહ્યું કે તે આપણને માનવતાની સેવા કરવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોની સમૃદ્ધિ માટે અપેક્ષાઓનો દીવો બનીએ તેવો સંકલ્પ લેવો જોઇએ.

રાષ્ટ્રપતિએ President Ram Nath Kovind એમ પણ કહ્યું કે દિવાળી એ સ્વચ્છતાનો તહેવાર છે, તેથી આપણે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં સ્વચ્છ દિવાળી ઉજવીને પ્રકૃતિ પ્રત્યે આદર આપવો જોઈએ. તેમણે શુભેચ્છા પાઠવી કે દિવાળીનો તહેવાર દેશના દરેક ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.