ગુજરાત પોલીસે વિદેશોમાં વપરાતી ઈલેક્ટ્રિક શોક આપતી ટીઝર ગન વસાવી

ગુજરાત પોલીસે વિદેશોમાં વપરાતી ઈલેક્ટ્રિક શોક આપતી ટીઝર ગન વસાવી

। વડોદરા ।

ગુજરાત પોલીસે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ટીઝર ગનનો ઉપયોગ શરુ કરીને હાઈટેક બની છે. આ ગનની વિશેષતા એ છે કે ટ્રીગર દબાવવાથી ફાયર થતુ નથી પરંતુ કેટલાક મીટરના અંતર સુધી ઈલેકટ્રીક કરંટ લાગે છે અને વ્યકિત મરતો નથી પરંતુ થોડાક સમય માટે બેશુધ્ધ રહે છે. વિદેશમાં યુનાઈટેડ કિંગડમ, ન્યુયોક પોલીસ આ ગનનો યુઝ કરી રહી છે. ભારતમાં હવે એક માત્ર ગુજરાત પોલીસ સેવા દળે આ ગન વિકસાવી છે. ગુજરાત પોલીસ પાસે હાલમાં ૨૫ ટીઝન ગન છે જેનો ઉપયોગ મોબને કંટ્રોલ કરવા માટે તથા વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી.ના બંદોબસ્ત માટે ઉપયોગ થઈ શકે છે તેમ રાજયના પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું છે. મહારાષ્ટ્રથી અલગ થયાં બાદ એક પૂર્ણ કદના રાજયનો દરજ્જો મળ્યા બાદ દાયકાઓ સુધી ગુજરાત પોલીસે ૩૦૩ રાયફલનો ઉપયોગ કર્યો હતો. આરાયફલે વિદાય લીધી છે . હાલમાં પોલીસ ઈન્સાસ રાયફલ જેવા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે. પી.આઈ. લેવલના અધિકારીઓ ૯ એમ.એમ. પિસ્ટલ યુઝ કરે છે. પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને ગુજરાત પોલીસ દળમાં ઉમેરાયેલી ટીઝર ગન અંગેની જાણકારી શેર કરી હતી. તેઓએ ટ્વિટ કર્યુ હતુ કે, વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પી.ના બંદોબસ્ત માટે અને મોબને કંટ્રોલમાં રાખવા માટે આ ગનનો ઉપયોગ થઈ શકે છે.

મોટા શહેરોને ટીઝરગન ફાળવાશે

ટીઝર ગનનો ઉપયોગ કરવા માટે કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.આ ગન રાજ્યના મોટા શહેરોની પોલીસને ફાળવાશે.