લગ્ન કરી દગો આપનારા NRI વિરુદ્ધ નવી જોગવાઈ, સ્થાયી સમિતિની ભલામણને આધારે નવું બિલ તૈયાર થયું

લગ્ન કરી દગો આપનારા NRI વિરુદ્ધ નવી જોગવાઈ, સ્થાયી સમિતિની ભલામણને આધારે નવું બિલ તૈયાર થયું

લગ્ન પછી દગો આપનારા પ્રવાસી ભારતીયો વિરુદ્ધ કાર્યવાહી માટે નવી જોગવાઈ લવાઈ રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી લગ્ન પછી દગો સહન કરનારી યુવતીને સંરક્ષણ મળી શકશે. આ પ્રથમ કેન્દ્રીય કાયદો હશે જે ભારતીય નાગરિકતા ધરાવતા બધા ધર્મના એનઆઇઆર પર લાગુ પડશે. આ દૃષ્ટિએ નવો કાયદો સમાન નાગરિકસંહિતાની દિશામાં પ્રથમ પગલું છે. આ બિલ ગત વર્ષે 11 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરાયું હતું જેને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલાયું હતું.

નવું બિલ સ્વીકારી લેવામાં આવ્યું – સૂત્ર
4 ઓક્ટોબરે તેને ફરીથી સ્થાયી સમિતિ પાસે મોકલાશે. તેની ભલામણોના આધારે નવું બિલ તૈયાર થયું છે. સમિતિએ આ કાયદાના દાયરામાં જમ્મુ-કાશ્મીરને પણ આવરી લેવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે તેને સ્વીકારી લેવાયો છે કેમ કે આ રાજ્યમાં ગત 4 વર્ષમાં એનઆઇઆર સાથે લગ્નમાં છેતરપિંડીની 41 ફરિયાદો મળી છે. વૉટ્સએપ પર એક ગ્રૂપ છે એનઆરઆઈ ફાઈટર્સ. તેના સભ્ય એનઆઈઆર દ્વારા દગાખોરીનો શિકાર થનારી યુવતીઓને સલાહ અને કાનૂની સહાય ઉપલબ્ધ કરાવે છે. ગ્રૂપના એક સભ્યએ કહ્યું કે નવો કાયદો સ્વાગત યોગ્ય છે પણ આ કાયદામાં એનઆઈઆરનાં માતા-પિતાને પણ સંપૂર્ણ કાવતરાનો ભાગ બનાવવા જોઇએ.

આ ફેરફાર થશે

  • એનઆઈઆરએ લગ્નની તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એવું ન કરતાં પાસપોર્ટ, યાત્રા દસ્તાવેજ કાં તો રોકાશે કાં જપ્ત થશે.
  • કોર્ટ વિદેશ મંત્રાલયની વેબસાઇટના માધ્યમથી વૉરન્ટ ઈશ્યૂ કરશે, સ્થાવર-જંગમ મિલકતો જપ્ત થશે. ભાગેડું જાહેર કરાશે.

…આ ફાયદો થશે
તેનાથી આરોપીના યાત્રા દસ્તાવેજ, પાસપોર્ટ, વિઝા વિગત, વિદેશમાં પરમેનેન્ટ રેસિડેન્સી કાર્ડ મળી જશે. આ તમામ માહિતીઓ મળી જતા આગળની કાર્યવાહી વધુ કડક રીતે હાથ ધરી શકાશે.

4 વર્ષમાં છેતરપિંડીના 5 હજારથી વધુ કેસ
2016 – 1510
2017 – 1498
2018 – 1299
2019 – 991

  • પંજાબ – 763
  • યુપી – 501
  • મહારાષ્ટ્ર – 468
  • દિલ્હી (એનસીઆર) – 436
  • રાજસ્થાન – 371
  • કર્ણાટક – 341
  • તમિલનાડુ – 321
  • હરિયાણા – 288
  • મધ્યપ્રદેશ – 249

( Source – Divyabhaskar )