ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1,00,00,000 ને પાર

ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1,00,00,000 ને પાર

। નવી દિલ્હી ।

જોકે મોટી રાહતની વાત એ રહી છે કે ભારતમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ ઘણો ઊંચો રહ્યો છે. એક કરોડથી વધુ સંક્રમિતોની સામે અત્યાર સુધી દેશમાં ૯૫,૫૦,૭૧૨ દર્દી રિકવર થઈ ચૂક્યાં છે. હાલ દેશમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ ૯૫.૪૬ ટકા છે. ભારતમાં કોરોનાના કારણે થતા મોતનો દર પણ બે ટકાથી નીચે ૧.૪૫ ટકા પર રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩,૦૮,૭૫૧ ઉપર આવી ગઈ છે. છેલ્લા ૧૨ દિવસથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪ લાખથી ઓછી રહી છે. એક્ટિવ કેસની સરખામણીમાં ભારતમાં રિકવર થયેલા કેસની સંખ્યા ૩૦ ગણી વધારે છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં ૧૬,૦૦,૯૦,૫૧૪ સેમ્પલના ટેસ્ટ કરાયાં છે. શુક્રવારે દેશમાં ૧૧,૭૧,૮૬૮ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં.

સરકાર આગામી ૬-૭ મહિનામાં ૩૦ કરોડ લોકોને કોરોનાની રસી આપશે : હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ૬થી ૭ મહિનામાં ભારત ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા ધરાવતો હશે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ છે પરંતુ સામે ૯૫.૫૦ લાખથી વધુ દર્દી સાજા થયાં છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ૯૫.૪૬ ટકાનો રિકવરી રેટ ધરાવે છે.

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓક્સફર્ડની વેક્સિનના બે સંપૂર્ણ ડોઝની મંજૂરી માગશે

ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોનાની રસીની ક્લિનિકલ ટ્રાયલ અને ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડ્રગ રેગ્યુલેટર પાસે બે ફુલ ડોઝ વેક્સિનની મંજૂરી માગશે. સીરમ ઇન્સ્ટિટયૂટે આ વેક્સિનના પાંચ કરોડ ડોઝ તૈયાર કરી દીધાં છે.

ભારતમાં કોરોનાનો ફેલાવો

૧૦,૦૦,૦૦૦ કેસ-૧૭ જુલાઈ ૨૦૨૦

૨૦,૦૦,૦૦૦ કેસ-૦૭ ઓગસ્ટ ૨૦૨૦

૩૦,૦૦,૦૦૦ કેસ-૨૩ ઓગસ્ટ ૨૦૨૦

૪૦,૦૦,૦૦૦ કેસ-૦૫ સપ્ટેમ્બર ૨૦૨૦

૫૦,૦૦,૦૦૦ કેસ-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦

૬૦,૦૦,૦૦૦ કેસ-૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦

૭૦,૦૦,૦૦૦ કેસ-૧૧ ઓક્ટો. ૨૦૨૦

૮૦,૦૦,૦૦૦ કેસ-૨૯ ઓક્ટો. ૨૦૨૦

૯૦,૦૦,૦૦૦ કેસ-૨૦ નવેમ્બર ૨૦૨૦

૧,૦૦,૦૦,૦૦૦ કેસ-૧૯ ડિસે. ૨૦૨૦

કેટલા દિવસમાં કેટલાં કેસ અને સરેરાશ મોત

૦૦,૦૦,૦૦૦થી ૧૦,૦૦,૦૦૦૧૬૮ દિવસ-૧૫૨ મોત

૧૦,૦૦,૦૦૦થી ૨૦,૦૦,૦૦૦૨૧ દિવસ-૭૬૩ મોત

૨૦,૦૦,૦૦૦થી ૩૦,૦૦,૦૦૦૧૬ દિવસ-૯૪૮ મોત

૩૦,૦૦,૦૦૦થી ૪૦,૦૦,૦૦૦૧૩ દિવસ-૯૮૪ મોત

૪૦,૦૦,૦૦૦થી ૫૦,૦૦,૦૦૦૧૧ દિવસ-૧,૧૩૩ મોત

૫૦,૦૦,૦૦૦થી ૬૦,૦૦,૦૦૦૧૨ દિવસ-૧,૧૨૪ મોત

૬૦,૦૦,૦૦૦થી ૭૦,૦૦,૦૦૦૧૩ દિવસ-૯૮૫ મોત

૭૦,૦૦,૦૦૦થી ૮૦,૦૦,૦૦૦૧૮ દિવસ-૬૭૯ મોત

૮૦,૦૦,૦૦૦થી ૯૦,૦૦,૦૦૦૨૨ દિવસ-૫૨૯ મોત

૯૦,૦૦,૦૦૦થી ૧,૦૦,૦૦,૦૦૦૨૯ દિવસ-૪૪૭ મોત

દેશમાં સૌથી વધુ સંક્રમિત ધરાવતા રાજ્યો

  • ૧૮.૮૮ લાખ કેસ – મહારાષ્ટ્ર
  • ૯.૦૭ લાખ કેસ – કર્ણાટક
  • ૮.૭૭ લાખ કેસ – આંધ્રપ્રદેશ
  • ૮.૦૪ લાખ કેસ – તામિલનાડુ
  • ૬.૯૩ લાખ કેસ – કેરળ
  • ૬.૧૪ લાખ કેસ – દિલ્હી