વોશિંગ્ટન હિંસાની અસર:18% સુધી વધી ગયા પિસ્તોલ બનાવનારી કંપનીઓના શેર. ગત વર્ષે અમેરિકામાં રેકોર્ડ 2 કરોડ પિસ્તોલો વેચાઈ હતી

વોશિંગ્ટન હિંસાની અસર:18% સુધી વધી ગયા પિસ્તોલ બનાવનારી કંપનીઓના શેર. ગત વર્ષે અમેરિકામાં રેકોર્ડ 2 કરોડ પિસ્તોલો વેચાઈ હતી

અમેરિકન શેરબજારમાં બુધવારે એક ખાસ ઘટના બની હતી. પિસ્તોલ બનાવનારી કંપનીઓના શેરના ભાવમાં 18%નો વધારો થયો છે. આ દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાની સંસદ સંકુલમાં હુમલો કર્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં આ હિંસામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

સ્મિથ એન્ડ વેસન બ્રાન્ડ્સ અને સ્ટ્રમ રગર અમેરિકામાં પિસ્તોલ બનાવનારી મુખ્ય કંપનીઓ છે. વિસ્તા આઉટડોર પિસ્તોલની ગોળીઓ બનાવે છે. ત્રણેય કંપનીઓ અમેરિકન શેર-બજારમાં લિસ્ટેડ છે. સ્મિથ એન્ડ વેસનના શેરમાં 18%, વિસ્ટા આઉટડોરના 15% અને સ્ટ્રમ રગરના 12%નો ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનામાં વિસ્તાના શેર 50%, સ્મિથના 37% અને સ્ટ્રમ રગરના 28% વધ્યા છે.

અમેરિકાના ગન કલ્ચરના 7 ફેક્ટ

1. 2020માં 2.1 કરોડ પિસ્તોલ વેચાઈ
ગયા વર્ષે અમેરિકામાં પિસ્તોલનું વેચાણ વિક્રમજનક થયું હતું. હેન્ડગન અને રાઇફલ્સ સહિત કુલ 2.1 કરોડ પિસ્તોલ વેચાઇ હતી. જે 2019ની તુલનામાં 60% વધુ છે. અગાઉ 2016માં 1.6 કરોડ પિસ્તોલનું રેકોર્ડ વેચાણ થયું હતુ.

2. દર 100 લોકોની પાસે 120 પિસ્તોલ
પ્રતિ વ્યક્તિએ પિસ્તોલની સરેરાશ મુદ્દે અમેરિકા દુનિયાભરમાં પ્રથમ નંબર પર છે. જ્યાં દર 100 લોકોની પાસે 120.5 પિસ્તોલ છે. આ બીજા નંબરનો દેશ યમનની સરખામણી બમણું છે.

3. 2020માં 84 લાખ લોકોએ પ્રથમ વખત પિસ્તોલ ખરીદી ​​​​​​​
2020માં અમેરિકામાં પ્રથમ વખત પિસ્તોલ ખરીદનારાઓની સંખ્યા 40% વધી છે. 84 લાખ લોકોએ પ્રથમ વખત પિસ્તોલ ખરીદી છે. પિસ્તોલનું રેકોર્ડ વેચાણનું એક ખાસ કારણ આ જ છે.

4. પ્રથમ વખત પિસ્તોલ ખરીદનારાઓમાં મોટાભાગના અશ્વેત
જે લોકોએ 2020માં પહેલીવાર પિસ્તોલ ખરીદી હતી તેઓ મોટાભાગે અશ્વેત અને મહિલાઓ છે. પિસ્તોલ તે વિસ્તારોમાં વધુ વેચાઇ, જ્યાં અશ્વેતો પર વધુ હુમલા થયાં.

ખરેખર, 25 મે, 2020ના રોજ, મિનેપોલિસ પોલીસે છેતરપિંડીના આરોપમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની ધરપકડ કરી હતી. આ દરમિયાન, પોલીસ અધિકારી ડેરેક શોવેને લગભગ 9 મિનિટ સુધી તેની ગરદન ઘૂંટણની પાસે દબાવી રાખી હતી. જેમાં જ્યોર્જનું મૃત્યુ થયું હતુ. પોલીસ દમનનો એક વીડિયો સામે આવ્યા પછી અમેરિકામાં હિંસક દેખાવો થયા હતા.

5. હિંસા વધતા વોલમાર્ટે સ્ટોરથી હટાવી લીધી હતી પિસ્તોલો
ગયા વર્ષે પિસ્તોલની વધતી માંગ પછી, પરિસ્થિતી તે સર્જાઈ કે ઘણાં સ્ટોર્સ પર પિસ્તોલ અને ગોળીઓનો આખો સ્ટોક ખતમ થઈ ગયો. હિંસા વધ્યા પછી વોલમાર્ટે થોડા દિવસો માટે તેના સ્ટોરમાંથી પિસ્તોલોને દૂર કરી હતી. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે વપરાયેલી પિસ્તોલોનું વેચાણ નહીં કરે, જેનો ઉપયોગ સૈનિકો કરે છે.

6. 2016 નો રેકોર્ડ સપ્ટેમ્બરમાં જ તૂટી ગયો હતો
અમેરિકાના ગન માર્કેટ પર નજર રાખનારી ફર્મ સ્મોલ આર્મ્સ એનાલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી જુર્ગેન બ્રાવરના જણાવ્યા અનુસાર ગત વર્ષે ઓગસ્ટ સુધી 2019થી વધુ પિસ્તોલોનું વેચાણ થઈ ચૂક્યું હતું. 2016નો રેકોર્ડ તો સપ્ટેમ્બરમાં જ તૂટી ગયો હતો.

7. રાષ્ટ્રપતિની ચૂંટણીવાળા વર્ષે વેચાણ વધી જાય છે
અમેરિકામાં એક ટ્રેન્ડ રહ્યો છે. જ્યારે ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે પિસ્તોલનું વેચાણ વધી જાય છે. ત્યારે વધુ જ્યારે ડેમોક્રેટ ઉમેદવારની જીતવાની સંભાવના હોય છે. 2016માં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની જીતવાની સંભાવના હતી. તે વર્ષે પણ પિસ્તોલોનું વેચણે રેકોર્ડ બનાવ્યો હતો.

પૂર્વ ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ‘ગન સેલ્સમેન’ પણ કહેવામા આવે છે. કારણ કે તેમની ચૂંટણીનાં સમયે નેશનલ રાઇફલ એસોશિએશને પાર્ટીને 3 કરોડ ડોલરનું ફંડ આપ્યું હતું.

( Source – Divyabhaskar )