પેટ્રોલ-ડીઝલના ભાવ કઈ રીતે ઓછા થઈ શકે:તમે 100 રૂપિયા ચૂકવો છો જેમાં 52 રૂપિયા સરકારની પાસે જાય છે; ટેક્સ ઘટશે તો ભાવ પણ ઓછા થશે

પેટ્રોલ-ડીઝલના ભાવ કઈ રીતે ઓછા થઈ શકે:તમે 100 રૂપિયા ચૂકવો છો જેમાં 52 રૂપિયા સરકારની પાસે જાય છે; ટેક્સ ઘટશે તો ભાવ પણ ઓછા થશે

મોદી સરકારના શાસનમાં 13 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી, જ્યારે માત્ર 4 વખત જ ઘટાડવામાં આવી છે

પેટ્રોલ-ડીઝલના ભાવ જે ઝડપે વધી રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોનું બજેટ બગડ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં સામાન્ય લોકોની આવકમાં જ્યાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી સરકારને કરોડોની કમાણી થઈ રહી છે. આજે જ્યારે તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો તેમાંથી 50 રૂપિયા તો ટેક્સ તરીકે સરકારના ગજવામાં જાય છે. પરિણામે સામાન્ય લોકોનું ખીસું ખાલી થઈ રહ્યું છે તો સરકારનો ખજાનો ઝડપથી ભરાય રહ્યો છે. એવામાં જો સરકાર ઈચ્છે તો ટેક્સમાં ઘટાડો કરીને આમ આદમીને રાહત આપી શકે છે.

ટેક્સ વસૂલવામાં મહારાષ્ટ્ર સૌથી આગળ
મહારાષ્ટ્રમાં જો તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો તેમાંથી 52.50 રૂપિયા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે. એવામાં જો તમે દિલ્હીમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો તો 45.3 રૂપિયા ટેક્સ લાગે છે.

ટેક્સ પછી ડબલથી પણ વધુ મોંઘુ થાય છે પેટ્રોલ
પેટ્રોલની બેઝ પ્રાઈઝ હાલ 49 રૂપિયાની આસપાસ છે, જેના પર કેન્દ્ર સરકાર 27.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. જે બાદ રાજ્ય સરકાર તેના પર પોતાની રીતે વેટ અને સેસ વસૂલે છે, જે બાદ તેના ભાવ બેઝ પ્રાઈઝથી 3 ગણા સુધી વધી જાય છે. એવામાં ટેક્સમાં રાહત આપ્યા સિવાય પેટ્રોલના ભાવ ઘટાડવા ઘણું જ મુશ્કેલ છે.

પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સનું ગણિત

  પેટ્રોલ/લીટર (રૂ.) ડીઝલ/લીટર (રૂ.)
બેઝ પ્રાઈઝ 47.99 49.34
ભાડું 0.25 0.28
એક્સાઈઝ ડ્યૂટી 27.90 21.80
ડીલર કમીશન 3.77 2.57
વેટ 15.50 12.68
કુલ કિંમત 95.41 86.67

નોટ- આ આંકડા 16 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતના આધારે છે.

3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલથી 8 લાખ કરોડની કમાણી
જ્યાં એક તરફ કોરોના મહામારીને કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને ઘણી કમાણી કરી છે. છેલ્લાં 3 વર્ષમાં જ્યાં એક તરફ પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક 1.26 લાખથી ઘટીને 99,155 રૂપિયા થઈ છે તો સરકારની એક્સાઈઝ ડ્યૂટીથી કમાણી 2,10,282 કરોડ રૂપિયાથી વધીને 3,71,908 કરોડ રૂપિયાએ પહોંચી છે.

છેલ્લાં 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ(એક્સાઈઝ ડ્યૂટી) લગાવીને સરકારે 8 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.

મોદી સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 3 ગણી અને ડીઝલ પર 6 ગણી વધારી
કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટીની મદદથી ટેક્સ વસૂલે છે. મે 2014માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારે કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર 10.38 રૂપિયા અન ડીઝલ પર 4.52 રૂપિયા ટેક્સ વસૂલતી હતી. આ ટેક્સ એક્સાઈઝ ડ્યૂટી તરીકે લેવામાં આવે છે.

મોદી સરકારના શાસનમાં 13 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી, જ્યારે માત્ર 4 વખત જ ઘટાડી છે. હાલ એક લીટર પેટ્રોલ પર 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. મોદી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 6 ગણો ટેક્સ વધારી ચુક્યા છે.