ફરિયાદનો દોર:ઈ-બેન્કિંગ, ક્રેડિટકાર્ડ સંબંધિત ફરિયાદોમાં 13 ટકાનો વધારો

ફરિયાદનો દોર:ઈ-બેન્કિંગ, ક્રેડિટકાર્ડ સંબંધિત ફરિયાદોમાં 13 ટકાનો વધારો

એટીએમ, ડેબિટ કાર્ડ સંબંધિત ફરિયાદો ચાલુ નાણાકીય વર્ષમાં ઘટી છે. જ્યારે ઈ-બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. 2019-20થી 2020-21 દમરિયાન એટીએમ-ડેબિટ કાર્ડ સંબંધિત ફરિયાદો 13.01 ટકા ઘટી હતી. બીજી બાજુ મોબાઈલ-ઈલેક્ટ્રોનિક બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ અંગેની ફરિયાદો 12.01 ટકા અને 52.99 ટકા વધી હોવાનું નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે જણાવ્યું છે.

આરબીઆઈના આંકડાઓ મુજબ, 1 એપ્રિલ, 2020થી માર્ચ, 2021માં એટીએમ, ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ્સની કુલ 135448 ફરિયાદો થઈ હતી. એપ્રિલ, 2020થી માર્ચ, 2021 દરમિયાન કુલ 145309 ફરિયાદો નોંધાઈ હતી. ક્રેડિટ કાર્ડની ફરિયાદો ગત નાણાકીય વર્ષમાં 26616 સામે 52.99 ટકા વધી આ વર્ષે 40721 થઈ છે. એટીએમ-ડેબિટ કાર્ડ સંબંધિત ફરિયાદો 13.01 ટકા ઘટી 60203 થઈ છે. જે ગતવર્ષે 69205 હતી. આરબીઆઈએ બિન સત્તાવાર બેન્કિંગ ટ્રાન્જેક્શનના કેસોના ઉકેલ અને ગ્રાહકોની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જારી કરી હતી.

{સરકારી બેન્કોમાં 3.10 લાખ કરોડ ઠાલવ્યા| સરકારે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં સરકારી બેન્કોમાં કુલ 3,10,997 કરોડ ઠાલવ્યા છે. બેન્કોમાં 2016-17થી 2020-21 દરમિયાન રૂ. 34997 કરોડ બજેટ ફાળવણી અંતર્ગત રિકેપિટાઈઝેશન બોન્ડ ઈશ્યૂ મારફત રૂ. 2,76,000 કરોડની ફાળવણી કરાઇ છે.