કારમાં વધુ સુરક્ષા:કારમાં હવે બધી જ સીટ પર થ્રી-પોઇન્ટ બેલ્ટ આપવા પડશે

કારમાં વધુ સુરક્ષા:કારમાં હવે બધી જ સીટ પર થ્રી-પોઇન્ટ બેલ્ટ આપવા પડશે

કેન્દ્ર સરકારે કારની બધી જ સીટ પર થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ ફરજિયાત કરવા ઓટોમોબાઇલ કંપનીઓને આદેશ કર્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે કંપનીઓએ કારની પાછલી સીટ પર વચ્ચે બેસનાર માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ પૂરો પાડવાનો રહેશે.

હાલ મોટાભાગની કારમાં બંને ફ્રન્ટ સીટ પર અને પાછળની બાજુ બે લોકો માટે જ થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ અપાય છે. સેન્ટર કે મિડલ રિયર સીટ માટે માત્ર ટુ-પોઇન્ટ કે લેપ સીટ બેલ્ટ હોય છે. મેં બુધવારે જ ફાઇલ પર સહી કરી છે. કાર ઉત્પાદક કંપનીઓએ કારની બધી જ ફ્રન્ટ ફેસિંગ પેસેન્જર સીટ પર થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ આપવા પડશે.

જોકે, આ નવી જોગવાઇ ક્યારથી લાગુ થશે તે ગડકરીએ નથી જણાવ્યું. તેમણે ગયા મહિને જણાવ્યું હતું કે જે 8 સીટર કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત થશે. કારમાં બેસેલા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલો આ નિયમ આ વર્ષે ઓક્ટોબરથી અમલી બનશે. તેનાથી અકસ્માતની સ્થિતિમાં મોતનું જોખમ ઘટશે.