2024 ટી-20 વર્લ્ડ કપ:35 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં અને 20 અમેરિકામાં રમાશે

2024 ટી-20 વર્લ્ડ કપ:35 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં અને 20 અમેરિકામાં રમાશે

25 દિવસની ટૂર્નામેન્ટમાં 20 દેશ 55 મેચ રમશે

 

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ક્રિકેટે 2024 ટી-20 વર્લ્ડ કપની યજમાની માટે સંયુક્ત રીતે બોલી લગાવી હતી. આઈસીસીએ બંનેને વર્લ્ડ કપની યજમાની કરવાની તક આપી છે. બંને બોર્ડે સંયુક્ત રીતે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે,‘સંયુક્ત બોલી ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ક્રિકેટની રણનીતિક ભાગીદારીનો ભાગ છે.

તેનો હેતુ અમેરિકામાં ક્રિકેટનો વિસ્તાર અને આગામી પેઢીને ક્રિકેટ રમવા પ્રેરિત કરવાનો છે. વર્લ્ડ ક્રિકેટ માટે આ બંને બોર્ડે સાથે મળીને કામ કરવાની જરૂર છે.’ જૂન 2024માં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ટીમોની સંખ્યા 16 થી વધીને 20 થશે. આ 20 ટીમોને 4 ગ્રૂપમાં વહેંચવામા આવશે.

જે 25 દિવસ ચાલનારી ટૂર્નામેન્ટમાં 55 દિવસ મેચ રમશે. બંને બોર્ડે જાહેરાત કરી કે, વેસ્ટ ઈન્ડિઝમાં 35 મેચ રમાશે અને અમેરિકા 20 મેચોની યજમાની કરશે. કેરેબિયન લેગની મેચો વેસ્ટ ઈન્ડિઝના 13 મેદાનો પર રમાશે. જ્યારે અમેરિકામાં યોજાનારી મેચો આઈસીસી એપ્રૂવ્ડ 5 મેદાનો પર રમાશે.

આગામી અમુક મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાયા બાદ સ્થળની પસંદગી કરાશે. આ આયોજન ક્રિકેટને લોસ એન્જિલિસમાં 2028 ઓલિમ્પિકમાં સ્થાન અપાવવાના પ્રયાસને મજબૂત કરશે. ચોથીવાર વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની યજમાની કરશે. અમેરિકામાં ICCની મેજર ઈવેન્ટ યોજાશે.