સમાજના વિચારો પર પંચ:લોકો કહે છે કે દીકરો વારસો આગળ વધારે છે, પણ મારી દીકરીઓ આવું કરી રહી છે

સમાજના વિચારો પર પંચ:લોકો કહે છે કે દીકરો વારસો આગળ વધારે છે, પણ મારી દીકરીઓ આવું કરી રહી છે

ભારતીય બોક્સર લવલીનાના પિતાએ કહ્યું: મારી દીકરીએ માતાનું ખ્યાલ રાખીને મેડલ પાકો કરી ફરજ બજાવી

લવલીનાએ વેલ્ટરવેટની સેમી ફાઇનલમાં પહોંચીને મેડલ પાકો કર્યો

 

ભારતીય બોક્સર લવલીના બોરગોહેનએ વેલ્ટરવેટ કેટેગરી (69 કિગ્રા) ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી. તેની સાથે જ ભારતે બીજો મેડલ પાકો કર્યો છે. લવલીના માટે અહીં સુધીની સફર સહેલી રહી નથી. તેણે LPG નું સિલિન્ડર ઉઠાવવાથી લઇને પિતા સાથે ખેતરમાં કામ કરીને ફિટનેસ મેળવી છે.

તેણે માતાનો ખ્યાલ રાખીને દીકરીની ફરજ પુરી કરી છે અને હવે મેડલ પાકો કરી દેશની ફરજ પુરી કરી. તે પોતાની વેટ કેટેગરીમાં છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી. લવલીનાના પિતા ટિકેન બોરગોહેન ખુશ છે કે દીકરીએ મેડલ પાકો કર્યો. તેણે કહ્યું કે, ‘જ્યારે તેની માતાની તબીયત સારી ન હતી તો તે હંમેશા તેની ચિંતા કરતી હતી.

ટોક્યો જતા પહેલા તેને વચન આપ્યું હતું કે તે મેડલ લઇને આવશે અને તેણે કરી બતાવ્યું. લોકો કહે છે કે દીકરો વારસો આગળ વધારે છે, એવું નથી. હું ત્રણ દીકરીનો પિતા છું, મારી દીકરીઓએ આ કરી બતાવ્યું છે. જ્યારે તેની માતાની કિડની કામ કરી રહી ન હતી ત્યારે તે આખી રાત જાગતી હતી. ડોનર પણ તેણે જ શોધ્યા હતા. મારી પત્નીને બીજું જીવન દીકરીઓએ આપ્યું છે.’

પિતાએ દીકરીઓને રમતમાં આગળ વધારવા માટે લોન લીધી
ટિકેન માટે દીકરીને સપોર્ટ કરવું સહેલું ન હતું. તેણે દીકરીઓને સપોર્ટ કરવા માટે લોન લીધી હતી. તેણે કહ્યું કે, ‘હું ઇચ્છતો ન હતો કે પૈસાની તંગીના કારણે મારી દીકરી પોતાના સપનાને સાચું ન કરી શકે.’ લવલીનાએ લોકડાઉનમાં બીજા ખેલાડીઓની નબળાઈઓ પર નજર રાખી. ટીમના કોચ અલી કમરે કહ્યું, ‘2017 નેશનલ કેમ્પમાં જોડાયા બાદ તેનામાં ઘણો સુધારો થયો. લવલીના 2012માં બોક્સિંગ માટે ગુવાહાટી શિફ્ટ થઇ અને તે પહેલીવાર હતું કે તે ત્રણ મહિનાથી વધુ સમય માટે ઘરથી દુર રહી.