દુનિયાભરમાં ચાલી રહેલી મંદીની વચ્ચે મોદી સરકાર માટે શુભ સમાચાર, WEFનો મોટો દાવો

દુનિયાભરમાં ચાલી રહેલી મંદીની વચ્ચે મોદી સરકાર માટે શુભ સમાચાર, WEFનો મોટો દાવો

ભારત એક યુવા અર્થવ્યવસ્થા છે અને આમાં ઘણી ક્ષમતાઓ છે. દુનિયાભરમાં છવાયેલી મંદીની વચ્ચે ભારતની જબરદસ્ત મજબૂતાઈ અને સુગમતા તેના શાનદાર પ્રદર્શનને દર્શાવે છે. આ વાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં અધ્યક્ષ બૉર્જ બ્રેનર્ડે બુધવારનાં કહી છે. બ્રેનડે કહ્યું છે કે, “દક્ષિણ એશિયાનાં વિકાસ અને આર્થિક વૃદ્ધિને સતત બનાવેલા રાખવામાં ભારત મહત્વની ભૂમિકા નીભાવી શકે છે.”

ડબ્લ્યૂઈએફ, ભારતીય ઉદ્યોગ સંઘની સાથે મળીને ભારત આર્થિક સંમેલન કાર્યક્રમનું આયોજન કરે છે. ડબ્લ્યૂઈએફ રાજનીતિ, વેપાર અને સમાજનાં અન્ય લોકોની સાથે મળીને વૈશ્વિક, ક્ષેત્રીય અને ઔદ્યોગિક એજન્ડાને આકાર આપવાનું કામ કરે છે. સ્ટેજ 33મું ભારત આર્થિક સંમેલનનું આયોજન ત્રણથી ચાર ઑક્ટોબરનાં દિલ્લીમાં થઈ રહ્યું છે.

બ્રેનડેએ કહ્યું કે, “ભારત દુનિયાની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક છે. આ અસીમ ક્ષમતાઓવાળી એક યુવા અર્થવ્યવસ્થા છે. તેણે વૈશ્વિક આર્થિક મંદીની વચ્ચે મજબૂતી અને સુગમતા પ્રદર્શિત કર્યું છે.” તેમણે કહ્યું કે, “જ્યારે સૂચના ટેકનોલોજી ક્ષેત્રની વાત થાય છે તો ભારત ઘણી વિકસિત અર્થવ્યવસ્થાઓ કરતા પણ ઊંચું છે, પરંતુ પાયાનાં માળખા ક્ષેત્રમાં અહીં વિકાસની ઘણી સંભાવનાઓ છે.”

તેમણે કહ્યું કે, “ઉચ્ચ ટેકનોલોજીથી દેશની વૃદ્ધિની ઝડપને જાળવી રાખવાનાં લક્ષ્યને પાર પાડી શકાય છે. આમાં સામાજિક સમાવેશ અને ક્ષેત્રીય સહયોગને સારું બનાવવાની સાથે આર્થિક અને સામાજિક મૂલ્ય વધારવાની સંભાવના છે.”