અમદાવાદીઓ બાળકને વાહન આપતા ચેતજો, જાણી લો તમારી એક ભૂલની સજા શું હોઇ શકે?

અમદાવાદીઓ બાળકને વાહન આપતા ચેતજો, જાણી લો તમારી એક ભૂલની સજા શું હોઇ શકે?

અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસ એક ખાસ પ્રકારની ડ્રાઇવ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક વ્હીકલ નિયમને લઇને આવી છે, તેના ભાગરૂપે અલગ અલગ દંડની જોગવાઇ કરી છે. પરંતુ ગુજરાતમાં 31મી ઓક્ટોબર સુધી નવા કાયદામાંથી લોકોને રાહત આપવામાં આવી છે. સ્કૂલ, કોલેજ કે ટયૂશનમાં વાહન લઇને જતા અંડરએજના બાળકોને બુધવારથી વાહન આપતા માતા-પિતા ચેતી જજો, નહીં તો તમારા બાળકે કરેલી ભૂલની સજા તમારે ભોગવવી પડશે.

આજે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અંડર એજ બાળકોને પકડવા ખાસ ડ્રાઈવ શરૂ કરી રહી છે. જેમાં જો કોઇ અંડર એજ બાળક વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂપિયા 2 હજાર દંડ વસૂલવામાં આવશે. અને જો તમારા બાળકે કરેલી ભૂલને બચાવવા ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરનારા વાલીઓને 25 હજાર સુધી દંડ ભોગવવો પડશે.

ટ્રાફિક પોલીસની આજની ડ્રાઇવમાં કોઇ બાળક કે તેના માતા-પિતા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરશે તો બાળકના માતા-પિતા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. જેમાં પોલીસ વાહન ડિટેઈન કરી લેશે અને માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે.

આ ડ્રાઈવનો હેતુ આશય દંડની આવક વધારવાનો નથી. પરંતુ સગીર સંતાનને વાહન ન આપવા માતા-પિતાને સમજાવવાનો છે.