વાસ્તુ / બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર રાખવાથી લગ્નજીવનમાં પોઝિટિવિટી બની રહે છે

વાસ્તુ / બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર રાખવાથી લગ્નજીવનમાં પોઝિટિવિટી બની રહે છે

રામાયણ અને મહાભારતના યુદ્ધ જેવી તસવીર ઘરમાં રાખવી નહીં, આવી તસવીર નેગેટિવિટી વધારે છે.

ધર્મ ડેસ્કઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી બધી જ વસ્તુઓના શુભ-અશુભ સ્થાન ઉલ્લેખવામાં આવ્યાં છે. જો ઘરમાં નેગેટિવિટી વધારે તેવી વસ્તુઓ રાખવાથી આપણાં વિચારો ઉપર તેની અસર પડે છે. ઘરમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઇએ. ઘરમાં નાના-નાના બદલાવ કરીને માનસિક શાંતિ અનુભવ કરી શકાય છે. ઘરમાં દેવી-દેવતાઓની તસવીર તો બધા લગાવે છે. વાસ્તુમાં ઉલ્લેખવામાં આવેલી દિશાઓમાં દેવી-દેવતાઓની તસવીર રાખવાથી શુભફળ મળી શકે છે. અહીં જાણો ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાત ડો. વિનિતા નાગર પ્રમાણે ઘરમાં કયા ભગવાનની તસવીર કઇ દિશામાં રાખવાથી શુભફળ મળી શકે છે.

  • ગર્ભવતીના રૂમમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની અથવા કોઇ સુંદર બાળકની તસવીર રાખવી જોઇએ. આવી તસવીર સતત જોતા રહેવાથી મહિલાઓ પ્રસન્ન રહે છે. માન્યતા છે કે, ગર્ભવતી મહિલા શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરે તો બાળક પણ સુંદર આવે છે.
  • રાધા-કૃષ્ણની તસવીર બેડરૂમમાં રાખવી શુભ મનાય છે. માન્યતા છે કે, આવી તસવીર રાખવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ બની રહે છે અને લગ્નજીવનમાં પોઝિટિવિટી વધે છે.
  • રામાયણ, મહાભારતના યુદ્ધની તસવીર રાખવી જોઇએ નહીં. વાસ્તુ પ્રમાણે આ ચિત્રોથી ઘરના સભ્યોએ માનસિક તણાવ ભોગવવો પડી શકે છે અને એકબીજા સાથે તાલમેલ રહેતું નથી. નેગેટિવિટી વધે છે.
  • હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જોતાં હોય એ રીતે તેમની તસવીર રાખવી જોઇએ. સ્વસ્તિક, કમળના ફૂલ, ફ્લાવર પોટના ચિત્રને ઘરમાં રાખવા શુભ મનાય છે.
  • શિવજી, કુબેરદેવ, ગંધર્વદેવની તસવીર ઉત્તર દિશામાં રાખવી જોઇએ. મહાલક્ષ્મી, માતા દુર્ગા, માતા સરસ્વતીના ચિત્ર રાખવા માટે પણ ઉત્તર દિશા સર્વોત્તમ છે.
  • મહાલક્ષ્મીજીના બેસેલાં સ્વરૂપની તસવીર પણ શુભ રહે છે. માતા દુર્ગાના ચિત્રમાં સિંહનું મુખ ખુલ્લું હોવું જોઇએ નહીં. યોગ્ય દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે અને વાસ્તુ દોષ દૂર થઇ શકે છે.