રેકોર્ડ / ITCએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી, કિંમત રૂ. 4.3 લાખ પ્રતિ કિલો

રેકોર્ડ / ITCએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી, કિંમત રૂ. 4.3 લાખ પ્રતિ કિલો

  • લક્ઝુરિયસ બ્રાન્ડ ફેબલની રેન્જમાં લોન્ચ કરવામાં આવેલી આ ચોકલેટ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ
  • 15 ગ્રામની 15 કેન્ડીના બોક્સની કિંમત રૂ. 1 લાખ

નવી દિલ્હી: આઈટીસીએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી છે. તેની કિંમત 4.3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. કંપનીએ તેમની લક્ઝુરિયસ બ્રાન્ડ ફેબલની રેન્જમાં ‘ટ્રિનિટી ટ્રફલ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી’ નામથી આ ચોકલેટ લોન્ચ કરી છે. દુનિયાની સૌથી મોંઘી ચોલકેટ તરીકે તેનું નામ દિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.

15 ગ્રામની એક કેન્ડીની કિંમત રૂ. 6667
આઈટીસીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ફૂડ વિઝન) અનુજ રસ્તોગીએ જણાવ્યું કે, ટ્રિનિટી ટ્રફલ્સ એક્સ્ટ્રાઓર્ડિનરીની 15 ટ્રફલ્સ (કેન્ડી)નું બોક્સ રૂ. 1 લાખનું છે. એટલે કે એક કેન્ડીની કિંમત રૂ. 6,667 થશે. દરેક કેન્ડીનું વજન 15 ગ્રામ છે. તે હાથમાંથી બનાવેલા લાકડાના બોક્સમાં આપવામાં આવશે.

રસ્તોગીએ કહ્યું કે, લક્ઝુરિયસ ચોકલેટ માર્કેટમાં અમે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. કારણકે અમારી ચોકલેટ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ છે. ટ્રિનિટી ટ્રફલ્સ એક્સ્ટ્રાઓર્ડિનરીને ફ્રાન્સના પ્રખ્યાત કોન્ટિસિની અને ફેબેલના માસ્ટર ચોરલેટિયરે મળીને બનાવી છે.