કડક સ્વભાવની માતાનાં સંતાનો મોટી વયે દારૂના બંધાણી થઈ શકે!

કડક સ્વભાવની માતાનાં સંતાનો મોટી વયે દારૂના બંધાણી થઈ શકે!

કડક સ્વભાવ અને પૂર્ણતાની આગ્રહી હોય એવી માતાઓનાં બાળકો પાછલી જિંદગીમાં શરાબસેવી બની જવાનું એક અભ્યાસમાં જણાયું છે. સંશોધકોએ શોધી કાઢયું હતું કે, સત્તાવાહી માતાઓનાં હાથે ઉછરેલા બાળકો પણ વધુ પૂર્ણતાવાદી બનવા ચાહે છે, જેને કારણે તેમનામાં તણાવનું પ્રમાણ વધી જાય છે અને વળતામાં જાતે જ તેની દવા શોધવામાં શરાબ સેવન ભણી પણ વળી જતા હોય છે. સત્તાવાહી વાલીપણું રાખનારાઓ સજા કરવી કે હૂંફનો અભાવને કારણે આદેશ કે નિયમનો કડકપણે અમલ કરાવતા હોય છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ સરેરાશ ૨૦ વર્ષના ૪૧૯ વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના લેખક અને આસિસ્ટન્ટ રિસર્ચ પ્રોફેસર ડો. જૂલી પેટોક પેકહામે જણાવ્યું હતું કે, મને આ વિષય પર વધુ રસ ત્યારે પડયો કે જ્યારે મારા ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આલ્કોહોલના વ્યસની બનવા માંડયા. આ વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ તેમને બીજા કઈ નજરે જોશે, ખાસ કરીને તેમના લખાણ સંદર્ભે તેનો ભય રહેતો હતો. આ વિદ્યાર્થીઓ તેમના જીવનની સમસ્યા કે પ્રશ્નો હલ કરવા માટે સતત પૂર્ણતાના આગ્રહી ન હોય એવા અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ આલ્કોહોલનો ઉપયોગ કરવા ભણી વધુ ઢળેલા જણાયા હતા.

સંતાનો સાથે પ્રતિભાવશીલ અને હૂંફાળું વર્તન રાખો

સત્તાવાહી વાલીપણુંની વ્યાખ્યા એવી કરી શકાય કે તેમાં સ્પષ્ટ માર્ગર્દિશકા હોય, પણ તેની સાથે સાથે બાળકો સાથેનું વર્તન પ્રતિભાવશીલ અને હૂંફાળું વર્તન રાખવાની પણ જરૂર છે.