ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ પાંચ કેમેરા દ્વારા લાઇવ પ્રસારણ

ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ પાંચ કેમેરા દ્વારા લાઇવ પ્રસારણ

ટ્રમ્પ સામે રાજકિય સત્તાના દુરૂપયોગનો આક્ષેપ

અમેરિકાના ઇતિહાસમાં ચોથી વખત મહાભિયોગની કાર્યવાહી થઇ રહી છે, ત્રીજી વખત લાઇવ પ્રસારણ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની સાર્વજનિક સુનવણીની પ્રક્રિયા બુધવારે શરૂ થઇ ચુકી છે. આ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે કે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ ડેનાલ્ડ ટ્રમ્પને પદ પર રાખવા કે બરખાસ્ત કરવા. અમેરિકન જનતા પણ આ સુનવણી પ્રક્રિયા વિશે જાણી શકે તે માટે પાંચ કેમેરા વડે તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોતાની રાજકિય સત્તાનો દુરૂપયોગ કરીને યુક્રેઇન પર દબાણ કર્યુ હતું કે તેના રાજનૈતિક પ્રચતિસ્પર્ધી સામે તપાસ શરૂ કરવામાં આવે. જો કે ટ્રમ્પ  સતત આ આરોેપોને નકારી રહ્યા છે.

અમેરિકાના ઇતિહાસમાં ચોથી વખત મહાભિયોગની કાર્યવાહી થઇ રહી છે. અને ત્રીજી વખત આ સુનવણીનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આ મહાભિયોગના પરિણામ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદથી દૂર પણ કતરી શકે છે. પરંતુ એવું ત્યારે જ થશે જ્યારે હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવ તેના પર મહાભિયોગ લગાવે અને સેનેટ તેને મંજુરી આપે આ સુનવણીમાં બપોર સુધીમાં રશિયા, યુક્રેન અને યુરોશિયામાં રક્ષા મામલાના સહાયક દ્વારા બયાન આપવામાં આવ્યું હતું.