આતંકવાદના કારણે દુનિયાને એક લાખ કરોડનું નુકસાન થાય છે : મોદી

આતંકવાદના કારણે દુનિયાને એક લાખ કરોડનું નુકસાન થાય છે : મોદી

બ્રાઝિલમાં 11મા બ્રિક્સ સંમેલનની શરૂઆત

છેલ્લાં 10 વર્ષમાં આતંકવાદના કારણે 2.25 લાખ નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યો, વિશ્વનો આર્થિક વૃદ્ધિદર 1.5 ટકા પ્રભાવિત થયો : વડાપ્રધાન

બ્રાઝિલિયા, તા. 14 નવેમ્બર, 2019, ગુરૂવાર

બ્રાઝિલમાં 11મું બ્રિક્સ દેશોનું સંમેલન શરૂ થયું હતું. બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે આતંકવાદ આજના સમસ્યાની સૌથી મોટી સમસ્યા છે. આતંકવાદના કારણે દુનિયાને એક લાખ કરોડનું નુકસાન થાય છે અને વિશ્વનો 1.5 ટકા વૃદ્ધિદર આતંકવાદના કારણે પ્રભાવિત થયો હતો.

બ્રાઝિલમાં શરૂ થયેલા 11મા બ્રિક્સ સંમેલનને સંબોધન કરતી વડાપ્રધાન મોદીએ આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા દેશોને નિશાન બનાવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વએ આતંકવાદના કારણે ખૂબ જ માઠા પરિણામો ભોગવવાના આવી રહ્યા છે. મોદીના કહેવા પ્રમાણે આતંકવાદના કારણે વિશ્વના આૃર્થતંત્રને એક લાખ કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને વિશ્વના આિર્થક વૃદ્ધિદરને આતંકવાદના કારણે 1.5 ટકા સુધી ધક્કો પહોંચ્યો છે.

સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં વિશ્વમાં 2.5 લાખ નિર્દોષ લોકો આતંકવાદના કારણે મૃત્યુ પામ્યા છે. આતંકવાદ વિરૂદ્ધ બ્રિક્સ દેશો મળીને લડત કરે એવું આહ્વાહન પણ મોદીએ બ્રિક્સ દેશોના વડાઓને કર્યું હતું. મોદીએ તેમના ભાષણમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ ક્ષેત્રે બ્રિક્સ દેશો ભારત સાથે આદાનપ્રદાન કરે તો ભારત તેમને આવકારશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બ્રિક્સ સંમેલનમાં આતંકવાદ વિરૂદ્ધ પહેલો સેમિનાર આયોજિત થયો તે ખૂબ આનંદની વાત છે. આતંકવાદ વિરૂદ્ધની લડત વિશ્વની સૌથી મહત્વની મૂવમેન્ટ છે. મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે જે દેશો આતંકવાદને ફન્ડિંગ આપતા હોય તેની સાથે આિર્થક વ્યવહાર ઓછો કરવાથી પરિણામ મળશે. આવા દેશોને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ એવું તેમણે કહ્યું હતું.

વડાપ્રધાને કહ્યું હતું કે મને આશા છે કે આપણું આ સંગઠન એ દિશામાં ખૂબ જ ગંભીરતાથી વિચારશે અને સાથે મળીને આતંકવાદનો સફાયો કરવાની દિશામાં નક્કર પગલાં ભરશે.

મોદીએ કહ્યું હતું કે વિશ્વના આૃર્થતંત્રમાં 50 ટકા હિસ્સેદારી બ્રિક્સ દેશોની છે તે હિસાબે આ દેશો વિશ્વના ભવિષ્યમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનું સંગઠન છે, તે બ્રિક્સ નામથી ઓળખાય છે. તેનું આ 11મું સંમેલન બ્રાઝિલમાં યોજાયું છે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ 2020ના ગણતંત્ર દિવસે વિશેષ અતિથિ બનશે

બ્રાઝિલમાં યોજાયેલા બ્રિક્સ દેશોના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોને ભારતના 2020  ગણતંત્ર દિવસે વિશેષ મહેમાન બનવાનું આમંત્રણ પાઠવ્યું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ એ આમંત્રણ સ્વીકાર્યું હતું. સંમેલનની સમાંતરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજાઈ હતી. એ દરમિયાન મોદીએ આ આમંત્રણ પાઠવ્યું હતું. એ બેઠક પછી સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે બંને દેશોના વડા વચ્ચે થયેલી બેઠક ખૂબ જ મહત્વની રહી હતી. બંને નેતાઓએ આપસી સહકાર વધારવા માટે તૈયારી બતાવી હતી અને આગામી દિવસોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા પણ સહમતી દર્શાવી હતી.

બ્રિક્સ સંમેલનમાં મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા

બ્રિક્સ સંમેલનની શરૂઆત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી. મોદી અને જિનપિંગ વચ્ચે વેપાર અને રોકાણને લગતી ચર્ચાઓ થઈ હતી. બંને દેશોના વડાઓએ વેપારમાં સહકાર વધારવાનો નિર્ધાર આ દ્વિપક્ષીય સંવાદમાં વ્યક્ત કર્યો હતો. મોદી અને જિનપિંગ ખૂબ ઉષ્માપૂર્વક મળ્યા હતા અને બંને દેશોના સંબંધો વધારે મજબૂત બને તે દિશામાં સાથે મળીને કામ કરવા સહમત થયા હતા. પીએમઓના એક ટ્વીટમાં જિનપિંગ સાથેની વાતચીતનો ઉલ્લેખ કરાયો હતો. મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે ચીનના પ્રમુખ જિનપિંગ સાથે બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દે સહકાર વધારવાને ચર્ચા થઈ હતી. આજની ચર્ચાથી બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા આવશે.

બ્રિક્સ સંમેલનમાં મોદીએ બિઝનેસ લીડર્સને સંબોધ્યા

ભારત સૌથી ઓપન અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી દેશ છે : મોદી

2024 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર થઈ જશે, બ્રિક્સ દેશોના રોકાણકારોનું ભારતમાં યોગ્ય સ્વાગત થશે 

બ્રાઝિલમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં મોદીએ બ્રિક્સ દેશોના બિઝનેસ લીડર્સને પણ સંબોધ્યા હતા. મોદીએ કહ્યું હતું કે ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી છે અને 2024 સુધીમાં ભારતનું આૃર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરે પહોંચી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત બ્રિક્સ દેશોના રોકાણકારોનું ઉમળકાથી સ્વાગત કરશે. ભારતમાં બિઝનેસની અપાર શક્યતાઓ છે. ભારતમાં બાંધકામ ક્ષેત્રમાં જ 1.5 ટ્રિલિયન ડોલરના રોકાણની જરૂરિયાત હોવાથી રોકાણકારો માટે ખૂબ જ ઉજળી શક્યતા છે. મોદીએ કહ્યું હતું કે 10 વર્ષ પછી હવે બ્રિક્સ દેશોનું આ પ્લેટફોર્મ અસરકારક વ્યવસૃથા બની ચૂકી છે. આ પ્લેટફોર્મ દુનિયાની અડધો અડધ વસતિ માટે ભવિષ્યનું આયોજન કરવા સક્ષમ છે.

મોદીએ બ્રિક્સ સંગઠનના પાંચ રાષ્ટ્રો વચ્ચેની ટેક્સની પ્રક્રિયા તેમ જ વેપાર વિશે વાત કરતા કહ્યું હતું કે આ પાંચ દેશો વચ્ચે ટેક્સની સિસ્ટમ ઘણી સરળ બનાવાઈ હોવાથી પાંચેય દેશોના ઉદ્યોગપતિઓને એકસમાન લાભ મળી શકે તેમ છે. મોદીએ કહ્યું હતું કે આ પાંચ દેશોએ તેમની ટેક્સ અને કસ્ટમ સિસ્ટમને વધારે સરળ બનાવીને રોકાણના લક્ષ્યાંકને વધારવાની જરૂર છે.

મોદીએ બ્રિક્સ દેશોના નાગરિકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ પાંચ દેશોના નાગરિકો વિશ્વમાં તેમના હાર્ડ વર્ક માટે જાણીતા છે. ખંત અને ઉત્સાહથી કામ કરતા આ દેશોના લોકો દેશના આિર્થક વિકાસમાં મહામૂલુ યોગદાન આપે છે.