આધારમાં હવે આ 6 વસ્તુઓ બદલવા માટે નહીં પડે કોઈ ડોક્યુમેન્ટની જરૂર, જાણો વિગતે

આધારમાં હવે આ 6 વસ્તુઓ બદલવા માટે નહીં પડે કોઈ ડોક્યુમેન્ટની જરૂર, જાણો વિગતે

આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ તથા લિંગમાં બદલાવ કરી શકો છો. યુનિક આઈન્ડેટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે, ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન), લિંગ, મોબાઈલ નંબર તથા ઈમેઈલ આઈડીમાં બદલાવ કરવા માટે હવે કોઈપણ પ્રકારનાં ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે.

આ બદલાવ કરવા માટે તમને તમારું આધાર કાર્ડ લઈને નજીકનાં આધાર સેન્ટર પર જવું પડશે અને પોતાની ડિટેલ્સ અપડેટ કરવી પડશે. આ છ સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઈન ચેન્જ કે અપડેટ કરાવી શકો છો. આધાર કાર્ડમાં એડ્રેસને ઓનલાઈન ચેન્જ કરવા માટે મોબાઈલ નંબર અનિવાર્ય છે. કેમ કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

નવા આધાર આવેદકોની સાથે હાલનાં આધાર હોલ્ડર્સ ફ્રેશ આધાર એનરોલમેન્ટ, નેમ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ મેલ અપડેટ, ડેટ ઓફ બર્થ અપડેટ, જેન્ડર તથા બાયોમેટ્રિક્સ અફડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રથી એપોઈન્ટમેન્ટ લઈ શકો છો.

ભારતનાં નિવાસી કોઈપણ નાગરિક UIDAI વેબસાઈટ પર એપોઈન્ટમેન્ટ બુક કરી શકે છે. આ પ્રક્રિયાને લઈ UIDAIએ યુટ્યુબ પર એક વીડિયો પણ શેર કર્યો છે.