અભ્યાસ માટે અમેરિકા ભારતીય છાત્રોનું પસંદીદા સ્થળ, છતાં થયો ઘટાડો, આ છે કારણ

અભ્યાસ માટે અમેરિકા ભારતીય છાત્રોનું પસંદીદા સ્થળ, છતાં થયો ઘટાડો, આ છે કારણ

ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા હાલ પણ પસંદગીવાળુ સ્થળ છે. જોકે વિઝા અને ઇમિગ્રેશન નીતિના કારણે હાલ આમાં થોડો ઘટાડો થયો છે. તેમ છતાં 2017-18માં જ્યાં અમેરિકામાં 1.96 લાખ સ્ટુડન્ટ હતા ત્યારે 2018-19માં આ સંખ્યા 2.9 ટકા વધીને 2.02 લાખ થઈ. આ માહિતી તાજેતરમાં આવેલ એક રિપોર્ટમાં જાણવા મળી છે.

અમેરિકાના વિદેશી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિઝા સંખ્યા મુજબ, આ વખતે અમેરિકામાં અભ્યાસની ઇચ્છા રાખનાર અને અમેરિકી સરકાર પાસે મંજૂરી મેળવનાર છાત્રોની સંખ્યામાં થોડા ઘટાડો થયો છે. 2015માં અમેરિકામાં વીઝા મેળવનાર ભારતીય સ્ટુડન્ટની સંખ્યા 74,831 હતી, જ્યારે 2018માં આ સંખ્યા 42,694 થઈ છે. આ માહિતી અમેરિકાના વિદેશ વિભાગે આપી છે. આ સાથે ઇન્ટરનેશનલ સ્તરે ભારતીય છાત્રોને વિઝા આપવા માટે પણ ઘટાડો થયો છે.

ઉપરાંત અમેરિકામાં 24,813 અંડરગ્રેજ્યુએટ ભારતીય, ગ્રેજ્યુએટ કરનારા 90,333 અને લગભગ 84,630 ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરી રહ્યા છે અને 2238 ગેર ડિગ્રી કોર્સ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મેનેજમેન્ટ ડિગ્રી પ્રાપ્ત કરવાની જગ્યાએ હવે સ્ટુડન્ટ મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સને મહત્વ આપી રહ્યા છે. જેથી એનાલેસિસ અને આર્ટિફિશયલ ઇન્ટેલિજેન્સની જોબ મળી શકે.