અમેરિકામાં અનોખું ઓપરેશન, દર્દીને બે કલાક મૃત કર્યા બાદ ફરી જીવિત કર્યો !

અમેરિકામાં અનોખું ઓપરેશન, દર્દીને બે કલાક મૃત કર્યા બાદ ફરી જીવિત કર્યો !

। બાલ્ટીમોર ।

હવે ડોક્ટરો અનોખું ઓપરેશન પણ કરી શકે છે. દર્દીને મૃત કરીને તેનું ઓપરેશન કરીને ફરી જીવિત કરી દીધો હતો. આવું અનોખું ઓપરેશન અમેરિકાના બાલ્ટીમોરના ડોક્ટરોએ કર્યું હતું. ડોક્ટરોનો દાવો છે કે આ પ્રકારના ઓપરેશન ૧૦ લોકો પર સફળ રહ્યા છે ! અમેરિકાના બાલ્ટીમોર શહેરની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટરના ડોક્ટરોએ એ આશ્ચર્યજનક ઓપરેશન કરી દેખાડયું છે. આ ઓપરેશન અંગેના હેવાલ ન્યૂ સાયનિસ્ટ મેગેઝીનમાં પ્રકાશિત થયા છે. આ ઓપરેશન યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટરના ડોક્ટર સેમ્યુઅલ ટિશરમેન અને તેમની ર્સિજકલ ટીમે કર્યું હતું.

ડો. સેમ્યુઅલ ટિશરમેન ઇચ્છે છે કે જો દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં આવે તો કેટલીક વખત સર્જરી દરમિયાન તેનું મોત થઇ જતું હોય છે. ડોક્ટરોની પાસે તેને બચાવવા માટે સમય નથી મળતો. તેથી જો દર્દીને એ જ ઘાયલ અવસ્થામાં થોડો સમય મૃત કરી દે તો તેને ઠીક કરવાનો સમય મળી શકે છે.

નવી ટેક્નિક એટલે ઇમરજન્સી પ્રિઝર્વેશન એન્ડ રીસસિટેશન

યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટરના ડો. સેમ્યુઅલ ટિશરમેને માનવીને મૃત કરીને તેનો ઇલાજ કરી તેને ફરીથી જીવિત કરવાની જે ટેકનિક અપનાવી છે, એ ટેકનિકનું નામ છે- ઇમરજન્સી પ્રિઝર્વેશન એન્ડ રીસસિટેશન છે. આ પ્રકારની સારવારની શી જરૂર એવો સવાલ જરૂર થાય. બન્યું એવું કે ટિશરમેન પાસે એક વખત સ્વસ્થ યુવાન આવ્યો હતો, જેના હૃદયમાં કોઇએ ચાકૂ મારી દીધું હતું, તેને તત્કાળ ઇલાજ માટે લઇ જવાયો તે દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.