અમેરિકી બજારમાં ભારતીય ગાયના છાણની ધૂમ, હોટ કેકની જેમ વેચાઇ રહ્યા છે ‘છાણા’

અમેરિકી બજારમાં ભારતીય ગાયના છાણની ધૂમ, હોટ કેકની જેમ વેચાઇ રહ્યા છે ‘છાણા’

એક ક્લિકની સાથે ઇન્ટરનેટ પરની જરૂરિયાતની દરેક સામગ્રીની મળી જાય છે. આ કડિમાં છાણથી બનનારા કાઉ ડંગ કેકનું નામ જોડાઇ ગયું છે. ગાયના છાણથી બનની કેક એટલે છાણા હવે ઓનલાઇન વેચાણ થઇ રહ્યું છે. ભારતમાં તો તેનું પહેલાથી ઓનલાઇન બજાર છે. પરંતુ હવે તેને અમેરિકામાં પણ વેચવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત એવી રીતે થઇ કે એક પત્રકારે ન્યુ જર્સીના એક સ્ટોર અંગે પોસ્ટ કરી જે છાણાને 2.99 ડોલરમાં વેચે છે. પોસ્ટ વાયરલ થતા જ લોકો તેમા રસ દાખવી રહ્યા છે.

ઓનલાઇન દુકાનો પર હળદર દૂધ, દેશી નારિયેળના વેચાણ બાજ છાણા અંગે લોકો જાણવા માંગે છે. 10 છાણાને સુંદર કવરમાં પેક કરવામાં આવ્યા છે અને તેની કિંમત ભારતીય રૂપિયામાં 215 રાખવામાં આવી છે. આ રકમ ફ્લિપકાર્ટ અને અમેઝોનના લિસ્ટના હિસાબથી ખૂબ સસ્તી છે. કેકના કવર પર પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા બતાવવામાં આવ્યું છે. સાથે જ કવર પર ચેતાવણી આપવામાં આવી છે કે તે ખાવા માટે નહીં પરંતુ ધાર્મિક ગતિવિધિઓ માટે છે.

કેક ને પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા જણાવવા પાછળ બજારમાં તેની રણનીતિ છે. વિદેશમાં રહેનાર ભારતીય વિદેશી દાય પર વિશ્વાસ નહીં કરે. હાં તેમણે જણાવ્યું કે કેક દેશી ગાયથી બનેલી છે તો વિદેશમાં વસેલા ભારતીય ખૂબ આસ્થાની સાથે તેને ખરીદશે.

ઉલ્લેખનીય છે કે આ ગાયના છાણથી બનેલા છાણા છે. તેના રહસ્યની પાછળ હિન્દુઓમાં ગાયને પવિત્ર માનવાનો વિશ્વાસ છે. તો હવે તમે સમજી ગયા હશો કે કેક પર મેડ ઇન્ડિયાનો ટેગ વિદેશોમાં ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે.