ભ્રષ્ટાચારમાં 180 દેશોમાં ભારત 79મા ક્રમે, 51% માને છે કે લાંચ વિના સરકારી કામ થતું નથી

ભ્રષ્ટાચારમાં 180 દેશોમાં ભારત 79મા ક્રમે, 51% માને છે કે લાંચ વિના સરકારી કામ થતું નથી

  • ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના સરવેમાં ભારતનું રેન્કિંગ થોડું સુધર્યુ
  • કેન્દ્રની સરખામણીએ રાજ્યમાં વધુ ભ્રષ્ટાચાર થાય છે
  • લોકો ગિફ્ટ દ્વારા ઓછી લાંચ આપે છે

વિભોર શર્મા, અમિત મિશ્રા, નવી દિલ્હી: ભ્રષ્ટાચારના મામલે 180 દેશોની યાદીમાં ભારતનું રેન્કિંગ ગત વર્ષની તુલનાએ ત્રણ ક્રમ સુધર્યુ છે. એટલે ગત વર્ષે ભારત 81મા ક્રમે હતું. આ વર્ષે 79મા સ્થાને છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સરવે મુજબ ગત વર્ષે 56 ટકા નાગરિકોએ કહ્યું હતું કે તેમણે લાંચ આપી છે. જ્યારે આ વર્ષે આવા લોકોની સંખ્યા 51 ટકા છે. પાસપોર્ટ અને રેલવે ટિકિટ જેવી સુવિધાઓને કેન્દ્રીકૃત અને કમ્પ્યૂટરાઇઝ્ડ કરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. જો કે સરકારી ઓફિસો લાંચખોરીનો મોટો અડ્ડો બનેલી છે. તેમાં પણ સૌથી વધુ લાંચખોરી રાજ્ય સરકારોની ઓફિસોમાં થાય છે.
સરવેમાં 1.90 લાખ લોકોને સામેલ કરાયા હતા. તેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલા સામેલ હતી. સરવેમાં 48 ટકા લોકોએ માન્યું કે રાજ્ય સરકાર કે સ્થાનિક સ્તરે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોઇ નક્કર પગલાં લેવાયા નથી. લોકોએ 2017માં થયેલી નોટબંધીને કારણે ભ્રષ્ટાચારમાં ઘટાડાને કારણ માન્યું. ત્યારે થોડા સમય માટે લોકો પાસે રોકડ ઉપલબ્ધ નહતી. એવા લોકો જે એવું માને છે કે લાંચ વિના કામ થઇ શકતું નથી, તેમની સંખ્યા ગત વર્ષની તુલનાએ 36 ટકાથી વધી 38 ટકા થઇ ગઇ છે. જેઓ લાંચને માત્ર એક સુવિધા ચાર્જ સમજે છે તેમની સંખ્યા પણ વધારો થયો છે. 2018માં 22 ટકાની સરખામણીએ એવું માનનારાની સંખ્યા 26 ટકા થઇ છે. જ્યાં સુધી લાંચ લેનારી ઓફિસોની છે તો પ્રાપર્ટી રજિસ્ટ્રેશન અને જમીન અંગે સંકળાયેલા મામલે સૌથી વધુ લાંચ અપાઇ. 26 ટકા લોકોએ આ વિભાગમાં લાંચ આપી જ્યારે 19 ટકાએ પોલીસ વિભાગ આપી.

લાંચ આપવાના પ્રકાર

  • સીધા કર્મચારીને આપી-35%
  • એજન્ટને આપી- 30%
  • ગિફ્ટ કે અન્ય સ્વરૂપે- 6%
  • એવી જરૂર પડી નહીં- 29%

લાંચ શા માટે આપી

  • 38% કામ કરાવવાનો માત્ર આ જ ઉપાય
  • 26% લાંચ વિના કામમાં વિલંબ થાય છે
  • 37% લાંચ આપવી ન પડી

ઓછાં ભ્રષ્ટ રાજ્ય
ગુજરાત, દિલ્હી, હરિયાણા, પ. બંગાળ, કેરળ, ઓડિશા

વધુ ભ્રષ્ટ રાજ્ય
રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ. કર્ણાટક, તમિલનાડુ, ઝારખંડ, પંજાબ