અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત, ભારતમાં અંતિમ સંસ્કાર કરવા 42,000 ડોલરનું ફંડ ભેગું કર્યું

અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત, ભારતમાં અંતિમ સંસ્કાર કરવા 42,000 ડોલરનું ફંડ ભેગું કર્યું

અમેરિકામાં ટેનેસી રાજ્યમાં આવેલ સાઉથ નાશવિલેમાં થેન્ક્સ ગિવિંગ નાઈટ નિમિતે હિટ-એન્ડ-રન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં જુહી સ્ટેન્લી (23) અને વૈભવ ગોપીસેટ્ટી (26) ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સ્નાતકના વિદ્યાર્થી હતા અને તેઓ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી ખાદ્ય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા હતા. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભારતમાં તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા માટે 42,000 ડોલરથી વધારેનું ફંડ ભેગું કર્યું છે. સ્થાનિક પોલીસના મતે, એવું લાગી રહ્યું છે કે, સ્ટેનલી અને ગોપીશેટ્ટીનું 28 નવેમ્બરની રાત્રિએ હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું હતું.

મેટ્રો નાશવિલેમાં પોલીસ વિભાગે રવિવારે જણાવ્યું કે, આ ઘટનામાં સામેલ ટ્રકના માલિક ડેવિસ ટોરેસ (26)ને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. પોલીસે જણાવ્યું કે, ટોરેસ પોલીસના સવાલોના જવાબ આપી શક્યો નહોતો. અધિકારીઓએ હાલ તેના ડીએનએ નમૂના લીધા છે, તપાસ ચાલી રહી છે. પોલીસના મતે, ટોરેસે ટ્રકથી એક કારને ટક્કર મારી હતી, જેમાં બન્ને ભારતીય વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે આ ઘટના બની ત્યારે પિકઅપ વાહન ખૂબ જ ઝડપ ધરાવતું હતુ અને તેણે રેડ લાઈટ પણ તોડી દીધી હતી. આ ટક્કર બાદ કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે 28મી નવેમ્બરની રાત્રીએ હિટ-એન્ડ-રન ઘટનામાં સ્ટેન્લી અને ગોપિશેટ્ટીનું મૃત્યુ થયું હતું. જીએમસી પિકઅપ ટ્રકના માલિક ડેવિડ ટોરેસે હેર્ડિંગ પ્લેસ નજીક નોલેન્સવિલે પિક ખાતે સર્જાયેલી આ ગોઝારી ઘટના બાદ રવિવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો