બદલો લેવો એ ન્યાય નથી, ઉતાવળે ચુકાદા ન અપાય : મુખ્ય ન્યાયાધીશ બોબડે

બદલો લેવો એ ન્યાય નથી, ઉતાવળે ચુકાદા ન અપાય : મુખ્ય ન્યાયાધીશ બોબડે

હૈદરાબાદ એન્કાઉન્ટર અંગે મુખ્ય ન્યાયાધીશનું નિવેદન

બદલો લેવાની ભાવનાથી લેવાયેલા નિર્ણયમાં ન્યાય પોતાનું અસ્તિત્વ ખોઇ બેસે છે : બોબડે

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર, 2019, શનિવાર

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે જે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેનું તેલંગાણા પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યંુ હતું.

આ એન્કાઉન્ટર બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ જણાવ્યું હતું કે જો આ ખરેખર બદલાની ભાવનાથી કરવામાં આવ્યું છે તો તેને તે ન્યાય ન કહેવાય.  

મુખ્ય ન્યાયાધીશ બોબડેએ જણાવ્યું હતું કે બદલાની ભાવનાથી કરેલ ન્યાય ક્યારેય ઇંસાફ ન હોઇ શકે. મારૂ એવું માનવુ છે કે ન્યાય જેવો બદલો બની જશે તે તેનું મુળ સ્વરૂપ છોડી દેશે.

ન્યાય ક્યારેય કોઇ બદલાના રૂપમાં ન હોવો જોઇએ. મુખ્ય ન્યાયાધીશ બોબડેએ આ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મને એવું લાગે છે કે ન્યાય ક્યારેય પણ ઉતાવળમાં આવીને ન કરવો જોઇએ.  બોબડેએ જણાવ્યું હતું કે દેશમાં હાલની ઘટનાઓએ ફરી જુની ચર્ચાઓને શરૂ કરી દીધી છે.

એમા કોઇ જ શંકાને સૃથાન નથી કે અપરાધીક મામલાઓના નિરાકરણ માટે જે સમય લાગી રહ્યો છે તેને લઇને અપરાધીક ન્યાય પ્રણાલીએ પોતાની સિૃથતિ અને દ્રષ્ટીકોણ પર પુનર્વિચાર કરવો જોઇએ. પણ મને નથી લાગતુ કે ન્યાય અતી જડપી અને ઉતાવળમાં થવો જોઇએ. ન્યાય ક્યારેય પણ બદલાનું સૃથાન ન લઇ શકે. નોંધનીય છે કે બે વકીલોએ તેલંગાણામાં જે ચાર આરોપીઓનું એન્કાઉન્ટર થયું તેને લઇને સવાલો ઉઠાવ્યા છે. 

દરમિયાન કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેલંગાણા એન્કાઉન્ટર પર ખુશ થનારાઓ યોગ્ય ન્યાય પ્રક્રિયા અપનાવવાને બદલે ખુનનો બદલો ખુનનો રસ્તો અપનાવી અને તાલિબાની શૈલી વાળા ન્યાયને અપનાવવામાં આવ્યો તો આપણી અદાલતો છે તેનું કોઇ જ મહત્વ નહીં રહે. આ યોગ્ય રસ્તો નથી.