ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રસાદ માટે 20 લાખથી વધુ લાડુ બનાવાશે

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રસાદ માટે 20 લાખથી વધુ લાડુ બનાવાશે

  • 18થી 20 ડિસેમ્બર સુધી યોજાનારા યજ્ઞમાં 1 લાખ લિટર ચા તૈયાર કરાશે
  • 63 વીઘામાં ભોજનશાળા બનાવાઈ, 30 મિનિટમાં 50 હજાર લોકો જમી શકે

અમદાવાદ: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઊંઝા ખાતે 18થી 20 ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞ કરાશે, જેમાં 80 લાખથી વધારે દર્શનાર્થી આવશે, આ અંગે ઊંઝા સંસ્થા દ્વારા રસોડા કમિટિના ચેરમેનના અને કન્વીનર અમદાવાદ શહેર કેપી ભુવન સતિષ પટેલે જણાવ્યું કે, ભોજનશાળા આશરે 63 વીઘા જમીનની અંદર બનાવાઈ છે તેમ જ 30 મિનિટની અંદર 50 હજાર વ્યક્તિ જમી શકે તેવું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં સેવાના કાર્યમાં લગભગ લગભગ રસોડા કમિટિના આશરે 5 હજારથી વધારે સ્વયંસેવકો સેવા આપશે. તેમ જ આવનાર દર્શનાર્થી માટે ચા-પાણીની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેમાં એક લાખ લિટર દૂધની ચા બનશે અને 50 એક એવા સ્ટોર જુદી જુદી જગ્યાએ મૂકવામાં આવશે, જેનો સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે.
આ સામગ્રીનો ઉપયોગ કરાશે

  • 20 લાખ લાડુ
  • 4000 ડબ્બા તેલ
  • 5000 ડબા ઘી
  • 125 ટન ચોખા
  • 50 હજાર કિલો તુવેર દાળ
  • 125 ટન બટાકા
  • 50 હજાર કિલો વાલ
  • 1 લાખ લિટર છાશ-કઢી બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.

31 હજારથી વધુ મહિલા ખડેપગે
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રારંભથી લઇ પૂર્ણાહુતિ સુધી ઊંઝાના પટેલ સમાજમાં સ્થાનિક આંટા કડવા પાટીદાર સમાજની 4 દેશ, ઉનાવાની દેશ, દૂધલીની દેશ તેમ જ સર્વજ્ઞાતિય 31 હજારથી વધુ બહેનો વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, અન્નપૂર્ણા, મેડિકલ, સ્વયંસેવકમાં ખડેપગે રહેશે.