ડૉનાલ્ડ ટ્રમ્પનાં સાંસદે કલમ 370 પર આપ્યું મોટું નિવેદન, આંખો ફાડતુ રહી ગયું આખું સદન

ડૉનાલ્ડ ટ્રમ્પનાં સાંસદે કલમ 370 પર આપ્યું મોટું નિવેદન, આંખો ફાડતુ રહી ગયું આખું સદન

અમેરિકી સાંસદ જો વિલ્સને કાશ્મીરથી કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, “ભારતમાં કલમ 370ને હટાવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આર્થિક વિકાસને ગતિ આપશે, ભ્રષ્ટાચારથી લડવા અને જાતીય તેમજ ધાર્મિક ભેદભાવ ખત્મ કરવાના પ્રયત્નોને સમર્થન આપવા માટે છે.”

જો વિલ્સને નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં કહ્યું છે કે, “ભારતીય સંસદે અનેક પાર્ટીઓનાં સહયોગથી પ્રધાનમંત્રીની આર્થિક વિકાસને ગતિ આપવાની, ભ્રષ્ટાચારથી લડવા અને લૈંગિક તથા જાતિય અને ધાર્મિક ભેદભાવને સમાપ્ત કરવાના પ્રયત્નોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો.” ઉલ્લેખનીય છે કે 5 ઑગષ્ટનાં સરકારે કલમ 370ને નિષ્ક્રિય કરતા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો. સાથે જ પ્રદેશને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું.

રિપબ્લિકન સાંસદ વિલ્સને કહ્યું કે, “અમેરિકા દુનિયાનું સૌથી જૂનુ લોકતંત્ર છે અને ભારતને દુનિયાનાં સૌથી વિશાળ લોકતંત્ર તરીકે સફળ જોઇને પ્રસન્ન છે.” વિલ્સને આગળ કહ્યું કે, “હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું ઘણું શાનદાર રહ્યું. અમેરિકાનાં ઇતિહાસમાં કોઇપણ દેશનાં નેતા માટે આ સૌથી મોટો સ્વાગત કાર્યક્રમ હતો.”

અમેરિકી સાંસેદ આગળ કહ્યું કે, “આ વર્ષે ઑગષ્ટમાં 26 નવેમ્બર 2008નાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ ગયો હતો. આ હુમલો અમેરિકાનાં 9/11 જેવો હુમલો હતો. નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીનું ભાષણ ઘણું પ્રેરણાદાયી હતુ.”