શહેરી ભારતીયો બેકારી અંગે સૌથી વધુ ચિંતિત, 62 ટકા ગ્લોબલ લોકોનું માનવું છે કે તેમનો દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે

શહેરી ભારતીયો બેકારી અંગે સૌથી વધુ ચિંતિત, 62 ટકા ગ્લોબલ લોકોનું માનવું છે કે તેમનો દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે

  • નાણાંકીય અને રાજકીય ભ્રષ્ટાચાર, હિંસા, ગરીબી અને સામાજિક ભેદભાવ તથા ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દે પણ ભારતીયો ચિંતિત
  • વૈશ્વિક નિરાશાને નકારતા 69 ટકા શહેરી ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે

નવી દિલ્હી: શહેરી ભારતીયો માટે બેરોજગારી સૌથી મોટો મુદ્દો હોવાનું એક રિસર્ચ કંપની આઈપીસોસ દ્વારા ‘દુનિયાને શું ચિંતિત કરે છે’ તે વિષે કરાયેલા સરવેમાં 46 ટકા લોકોએ કહ્યું છે. સરવે મુજબ નાણાંકીય અને રાજકીય ભ્રષ્ટાચાર, હિંસા, ગરીબી અને સામાજિક ભેદભાવ તથા ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દે પણ ભારતીયો ચિંતિત હોવાનું જણાવ્યું છે. સરવે મુજબ દુનિયામાં નિરાશાવાદ છતાં નીતિઓ અંગે લોકોમાં હજી આશા છે. વૈશ્વિક નિરાશાને નકારતા 69 ટકા શહેરી ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે. જ્યારે 62 ટકા ગ્લોબલ લોકોનું માનવું છે કે તેમનો દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. 46 ટકા ભારતીયોએ બેકારી અંગે સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ નવેમ્બરમાં કરાયેલા સરવે આધારિત છે.
નાણાકીય-રાજકીય ભ્રષ્ટાચાર અંગે ચિંતા
સરવેમાં જણાવાયું છે કે ભારતીયો નાણાંકીય અને રાજકીય ભ્રષ્ટાચાર અંગે વધુ ચિંતિત છે. ત્યારપછીના ક્રમે હિંસા, ગરીબી, સામાજિક અસમાનતા, ક્લાઈમેટ ચેન્જ વગેરે આવે છે. વૈશ્વિક લોકો બેરોજગારી પછી ગરીબી અને સામાજિક અસમાનતાને વધુ પ્રાધાન્ય આપે છે.