હંગેરી / વસતી વધારવા મફત IVF, 4 બાળકની માતાને હંગેરી સરકાર ટેક્સમાં આજીવન છૂટ આપશે

હંગેરી / વસતી વધારવા મફત IVF, 4 બાળકની માતાને હંગેરી સરકાર ટેક્સમાં આજીવન છૂટ આપશે

  • યુરોપિયન દેશ હંગેરીમાં 40 વર્ષથી વસતીદર ઘટ્યો, દર વર્ષે 32000નો ઘટાડો
  • 7 સીટર વાહન ખરીદવા માટે પણ સરકાર મદદ કરે છે

બુડાપેસ્ટ: યુરોપિયન દેશ હંગેરીની સરકારે દેશની વસતી વધારવા માટે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન વિક્ટર ઓર્વને ગુરુવારે ફર્ટિલિટી પોલિસીની જાહેરાત કરી છે. જેમાં દેશભરના પરિવારોને જન્મદર વધારવા આઇવીએફ જેવી સુવિધાઓ મફતમાં આપશે. ઉપરાંત 4 બાળકોની માતાઓને આજીવન ટેક્સમાં છૂટ અપાશે. યુવા દંપતીને સબસિડી, વ્યાજમુક્ત લોન જેવી યોજનાઓ પણ જાહેર કરાઇ છે. વાસ્તવમાં યુરોપિયન દેશોમાં સૌથી ઓછો જન્મદર હંગેરીમાં છે. તેથી સરકારે વસતી વધારવા માટે અનેક પ્રકારની સુવિધાઓ અને છૂટની જાહેરાત કરી છે. વડાપ્રધાન ઓર્બને કહ્યું કે ફર્ટિલિટી રણનીતિ મહત્વનો વિષય પણ છે. સરકારે ડિસેમ્બરમાં 6 ફર્ટિલિટી ક્લિનિકનું અધિગ્રહણ કરાયું છે.
વસતી વધારવા માટે સરકારે 7 મુદ્દાનો એજન્ડા જાહેર કર્યો
4 બાળકોની માતાઓને આજીવન ટેક્સમાં મુક્તિ, 7 સીટર વાહનો માટે મદદ. યુવા દંપતીઓને 3 બાળકોના જન્મ સુધી 22 લાખ સુધીની લોન. મકાન માટે સબસિડી. 21000 નર્સરીઝ, હેલ્થકેર માટે વાર્ષિક 1.50 લાખ કરોડ રૂપિયાની ટેક્સમાં છૂટ વગેરેનો સમાવેશ થાય છે.