ઇન્ટરનેટની આઝાદી મામલે સૌથી સારા 175 દેશમાં ભારત 48મા ક્રમે, પાકિસ્તાન 9મો સૌથી ખરાબ, સૌથી વધુ આઝાદી સીરિયામાં

ઇન્ટરનેટની આઝાદી મામલે સૌથી સારા 175 દેશમાં ભારત 48મા ક્રમે, પાકિસ્તાન 9મો સૌથી ખરાબ, સૌથી વધુ આઝાદી સીરિયામાં

  • ટેક્નોલોજી રિવ્યૂ કંપની કમ્પેરિટેકનો રિપોર્ટ, 5 માપદંડ પર મળેલા પોઇન્ટના આધારે રેન્ક અપાયા
  • સરવેમાં 181 દેશને આવરી લેવાયા હતા, 5 માપદંડ પર સરવે કરાયો, ન્યૂઝીલેન્ડ મોખરે
  • 39 દેશને 10માંથી 1 પોઇન્ટ મળ્યા

લંડન: ઇન્ટરનેટની આઝાદી મામલે ભારત વિશ્વના 175 દેશમાં 48મો બહેતર દેશ છે જ્યારે પડોશી પાકિસ્તાન નવમો સૌથી ખરાબ દેશ. મતલબ કે 166 દેશમાં ઇન્ટરનેટની આઝાદી તેનાથી બહેતર છે. ચોંકાવનારી વાત એ છે કે સીરિયા દુનિયાનો સૌથી અશાંત દેશ હોવા છતાં પાક.ની તુલનાએ સીરિયામાં વધુ આઝાદી છે. આ ખુલાસો ઇન્ટરનેટ ફ્રીડમ અંગે બ્રિટિશ ટેક્નોલોજી રિવ્યૂ કંપની કમ્પેરિટેકના શુક્રવારે જારી રિપોર્ટમાં થયો છે.
તેમાં પાકિસ્તાનને બેલારુસ, તુર્કી, ઓમાન, યુએઇ અને ઇરિટ્રિયા સાથે ઇન્ટરનેટ ફ્રીડમ મામલે સૌથી ખરાબ દેશોની શ્રેણીમાં રખાયું છે. તેમના વિશે કહેવાયું છે કે આ તમામ દેશોમાં ઇન્ટરનેટ સેન્સરશિપ અંગે સમાન દ્રષ્ટિકોણ છે. તમામ પોર્નોગ્રાફી પ્રતિબંધિત છે અને રાજકીય મીડિયા પર પણ ઘણી હદ સુધી પ્રતિબંધ લાદેલા છે. ભારતની સ્થિતિ આટલા માટે બહેતર: રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ઘણી આઝાદી છે. ઇન્ટરનેટ ડેટા પણ સસ્તો છે. વીપીએન, ટોરેન્ટની સ્થિતિ પણ ઘણા દેશોથી સારી છે.
5 માપદંડના આધાર પર દેશોની સ્થિતિ જોવાઇ
કમ્પેરિટેકના જણાવ્યાનુસાર આ સરવેમાં દુનિયાના 175 દેશને સામેલ કરાયા છે. પાંચ માપદંડના આધારે તેમને 10માંથી પોઇન્ટ અપાયા અને તેના આધારે રેન્કિંગ અપાયા. તેમાં ટોરેન્ટ, પોર્નોગ્રાફી, ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ને માપદંડ બનાવાયા. સ્કેલ મુજબ જે દેશને જેટલા વધુ રેન્ક મળ્યા તે તેટલો જ ખરાબ છે.
આ 10 દેશમાં સૌથી ખરાબ સ્થિતિ

દેશસ્કોરરેન્ક
ઉત્તર કોરિયા101
ચીન92
રશિયા83
તુર્કમેનિસ્તાન84
બેલારુસ75
તુર્કી76
ઇરાન87
ઓમાન78
પાકિસ્તાન79
યુએઇ710

વિકસિત દેશોમાં ઇટાલી, અમેરિકા બહેતર

દેશસ્કોરરેન્ક
બ્રિટન366
ફ્રાન્સ298
જર્મની299
અમેરિકા2110
ઇટાલી1146