આસ્થાનો મહેરામણ / મૌની અમાસે સંગમ પર 1 કરોડ લોકોએ સ્નાન કર્યું

આસ્થાનો મહેરામણ / મૌની અમાસે સંગમ પર 1 કરોડ લોકોએ સ્નાન કર્યું

  • 7 કિમીમાં 18 સ્નાન ઘાટ બનાવ્યા
  • 100 વૉચ ટાવર, 200 કેમેરાથી નિરીક્ષણ
  • પ્રવેશ માટે 15 એન્ટ્રી પોઇન્ટ બનાવાયા

પ્રયાગરાજ: માઘ મેળાના ત્રીજા અને સૌથી મહત્ત્વપૂર્ણ મૌની અમાસના સ્નાન પર્વ પર પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. સંગમમાં સાંજ સુધી આશરે 1 કરોડ લોકોએ સ્નાન કર્યુ. શુક્રવારે સવારે જ લોકો સંગમ પહોંચવા લાગ્યા હતા. મેળા તંત્રનું અનુમાન હતું કે બે કરોડ 25 લાખ શ્રદ્ધાળુ સંગમમાં સ્નાન કરશે. તેને ધ્યાનમાં રાખી 7 કિમી ક્ષેત્રમાં 18 ઘાટ બનાવાયા હતા. મેળા સુધી પહોંચવા માટે 15 એન્ટ્રી પોઇન્ટ બનાવાયા છે. અહીં અર્ધ સુરક્ષાદળ તહેનાત છે. શહેરમાં 30 પાર્કિંગ બનાવાયાં છે. મેળામાં વાહન પ્રતિબંધિત છે. આ પ્રતિબંધ 26 જાન્યુઆરી સુધીની રાત્રિ સુધી લાગુ રહેશે. 200થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રખાઈ રહી છે. સ્નાન ઘાટની આજુબાજુ 100થી વધુ વૉચ ટાવર બનાવાયા છે.
શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

  • મૌની અમાસ પર રેલવેએ 50 સ્પેશિયલ ટ્રેન દોડાવી, 2800 બસની પણ વ્યવસ્થા કરાઈ.
  • મેળા અને તેના નજીકના ભીડવાળાં સ્થળોએ ડ્રોનથી નજર રખાઈ રહી છે.
  • અમાવસના સ્નાન પર્વ પર બપોરે હેલિકોપ્ટરની મદદથી શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરાઈ હતી.