WhatsAppને લઈ થયો મોટો ખુલાસો! 1 ફેબ્રુઆરીથી 75 લાખ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે એપ

WhatsAppને લઈ થયો મોટો ખુલાસો! 1 ફેબ્રુઆરીથી 75 લાખ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે એપ

બધી સોશિયલ મીડિયા એપ્સની જેમ વોટ્સએપ(Whatsapp) પણ પોતાની એપને સતત અપડેટ કરતી હોય છે. વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ આવી રહ્યા છે તો કેટલાક જૂના ફીચર્સ બંધ પણ થઈ રહ્યા છે. નવા વર્ષમાં પણ વોટ્સએપ કેટલાક નવા ફીચર્સ યુઝર્સ માટે લાવશે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ દુનિયાભરમાં લગભગ 75 લાખ સ્માર્ટફોન યુઝર્સ પોતાના ફોનમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.

મીડિયા રિપોર્ટ મુજબ વોટ્સએપ કંપની 1લી ફેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોનમાં પોતાનો સપોર્ટ બંધ કરી રહી છે. એવામાં જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન યુઝર્સે 31 જાન્યુઆરી 2020 પહેલા નવો સ્માર્ટફોન ખરીદવાની ફરજ પડશે. 1લી ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ એન્ડ્રોઇડના વર્ઝન 2.3.7 વાળા સ્માર્ટફોન અને આઈઓએસ 7 વાળા આઈફોન પર કામ કરવાનું બંધ કરી દેશે.

રિપોર્ટ પ્રમાણે કંપનીએ કહ્યું કે આ નિર્ણયની અસર વધુ યુઝર્સ પર નહીં પડે કારણ કે મોટાભાગના યુઝર્સ પાસે નવા ફોન છે. વધુમાં કંપનીએ કહ્યું કે,‘એન્ડ્રોઇડના કિટકેટ એટલે 4.0.3 વર્ઝન અથવા તેનાથી ઉપરના વર્ઝન વાળા સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ કરશે. પરંતુ તેના નીચે વાળા વર્ઝન પર વોટ્સએપનો સપોર્ટ નહીં મળે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 30 જૂન 2017 પછી નોકિયા સેમ્બિયન એસ 60, 31 ડિસેમ્બર 2017 પછી બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10, 31 ડિસેમ્બર 2018 પછી નોકિયા એસ 40માં સ્પોર્ટ કરવાનું બંધ કર્યું હતું.