USમાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસ લેકમાંથી મળ્યો મૃતદેહ

USમાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસ લેકમાંથી મળ્યો મૃતદેહ

અમેરિકાના ઇન્ડિયાના સ્થિત એક ટોચની યુનિર્વિસટી પરિસરમાંથી 21 વર્ષની ભારતીય મૂળની એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીએસ મિનેસોટા તરફથી મળતી માહિતી પ્રમાણે એનરોઝ જેરી નોટ્રેડમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીની હતી. તે એક પરંપરાગત સંગીતકાર પણ હતી. જેરી 21 જાન્યુઆરીથી ગુમ હતી.

અધિકારીઓએ એક ચેતવણી રજૂ કરીને એવું જણાવ્યું હતું કે જેરીનો જીવ જોખમમાં છે. વિશ્વવિદ્યાલયના મીડિયા સંબંધિત કાર્યાલયે એક નિવેદન રજૂ કરીને જણાવ્યું કે જેરી મંગળવારે સાંજે ગુમ થઇ ગઇ હતી અને પોલીસને ઘણા પુરાવાઓ હાથ લાગ્યા હતા. જન સુરક્ષા કર્મીઓએ પરિસરમાં આવેલા લેકમાંથી તેની લાશ બહાર કાઢી હતી.

સ્થાનિક માહિતી અનુસાર સરોવરમાં અકસ્માતે પડી જતા જેરીનું મોત થયું હતું. જેરી 2020ના અંતે ગ્રેજ્યુએટ થવાની હતી અને તે ડેન્ટલમાં આગળ અભ્યાસ કરવા માગતી હતી. પોલીસે જણાવ્યું કે સરોવરની આસપાસ ટહેલતી વખતે જેરી અકસ્માતે તેમાં પડી હોવાની પૂરી શક્યતા છે તે ઉપરાંત આ કેસમાં લવ એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જેરીના માતાપિતાએ હત્યાની આશંકાને નકારી કાઢી છે અને જેરીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. યુનિર્વિસટી દ્વારા બહાર પાડેલા નિવેદન અનુસાર જેરી એક હોશિયાર વિદ્યાર્થીની હતી. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન જેરીના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જેરીનો પરિવાર મૂળ કેરળનો છે.