ભારત સામે ‘જેહાદ’, કાશ્મીર પર 10 ફેબ્રુઆરીનાં પાકિસ્તાન કરશે યુદ્ધની જાહેરાત?

ભારત સામે ‘જેહાદ’, કાશ્મીર પર 10 ફેબ્રુઆરીનાં પાકિસ્તાન કરશે યુદ્ધની જાહેરાત?

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સંસદનાં નીચેની ગૃહ નેશનલ એસેમ્બલીમાં ‘કાશ્મીરીઓ સાથે એકતા’નો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ થઈ ગયો છે, પરંતુ આના પર ચર્ચા દરમિયાન કાશ્મીર મુદ્દાને હલ કરવા પર સત્તા પક્ષ તેમજ વિરોધ પક્ષમાં તીખા મતભેદો જોવા મળી રહ્યા છે. કેટલાક સાંસદોએ કાશ્મીર મુદ્દા પર જેહાદની માંગણી કરતા કહ્યું છે કે આ મુદ્દાનો ઉકેલ યુદ્ધથી જ આવશે.

ઇમરાન ખાનને વિદેશ મંત્રાલયની મદદ ના મળી!

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો કે મતભેદ ફક્ત સત્તા પક્ષ અને વિરોધ પક્ષનાં તેવરોમાં જ નથી દેખાતો, પરંતુ સત્તા પક્ષ સાથેનો વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે માનવઅધિકાર મંત્રી શિરીન મઝારીએ સીધી રીતે વિદેશ મંત્રાલય અને તેના મંત્રી શાહ મહેમૂદ કુરેશી પર એ કહીને પ્રશ્નો ઉઠાવ્યા કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર પર જીતવાની પહેલી કરી, તેમાં તેમને વિદેશ મંત્રાલયની જોઇએ તેવી મદદ ના મળી.

ક્યારે કરીશું જેહાદ? જેહાદની જાહેરાત કરો – પાક સાંસદો

તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલય અને કેટલીક અન્ય સરકારી સંસ્થાઓએ ઘણા એવા અવસર પર પગલા ના ઉઠાવ્યા જ્યારે તેમણે ઉઠાવવા જોઇતા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પક્ષ અને વિરોધ પક્ષનાં સાંસદોની વચ્ચે એ વાતની હોડ જોવા મળી કે કોણ કાશ્મીર પર મજબૂતીથી પોતાની વાત રાખી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાંસદોનું કહેવું હતુ કે, “ફક્ત ભાષણો અને પ્રસ્તાવોથી કંઇ નહીં થાય અને કેટલાક વ્યવહારિક પગલા ઉઠાવવા પડશે.”

10 ફેબ્રુઆરીનાં ભારત સામે કરો યુદ્ધની જાહેરાત

આ પગલાઓનો સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો જમીયત-એ-ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલનાં સાંસદોએ ભારતની વિરુદ્ધ જેહાદ શરૂ કરવાની માંગ કરી દીધી. સાંસદ અબ્દુલ અકબર ચિતરાલીએ તો એક તારીખ પણ આપી. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઔપચારિક રીતે 10 ફેબ્રુઆરીનાં ભારતની વિરુદ્ધ જંગ શરૂ કરવાની જાહેરાત કરી દેવી જોઇએ.” તેમનું કહેવું હતુ કે ફક્ત આ જાહેરાતથી આંતરરાષ્ટ્રિય સમુદાયોમાં ખળભળાટ મચી જશે અને દુનિયા આ મુદ્દાનાં નિરાકરણ માટે દખલ કરશે. ચિતરાલી બાદ કેટલાક અન્ય સાંસદોએ પણ આ મંતવ્ય આપ્યું.