શા માટે Facebookનો રંગ વાદળી છે? જાણો આવી જ છે કેટલીક રસપ્રદ વાતો

શા માટે Facebookનો રંગ વાદળી છે? જાણો આવી જ છે કેટલીક રસપ્રદ વાતો

આજે (4 ફેબ્રુઆરી) વિશ્વવ્યાપી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો જન્મદિવસ છે. તે 2004 માં શરૂ થયું હતું, અને તેના 16 વર્ષ પૂરા થયા છે. 4 ફેબ્રુઆરી 2004 ના રોજ શરૂ થયેલ ફેસબુકમાં ઘણા ફેરફારો થયા છે. આપણે ફેસબુક પર ઘણો સમય વિતાવીએ છીએ પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી બાબતો એવી છે જે કદાચ આપણને ખબર ના હોય. ચાલો જાણીએ ફેસબુકના જન્મદિવસ પર તેને લગતી કેટલીક રસપ્રદ વાતો…

માર્ક ઝુકરબર્ગ ફેસબુકના સીઈઓ તરીકે વાર્ષિક ઈનકમ માત્ર 1 ડોલર મળે છે.

શું તમે જાણો છો કે ફેસબુકના વાદળી રંગનું કારણ કલર બ્લાઈંજનેસ છે. ઝકરબર્ગ લાલ અને લીલો રંગ વચ્ચેનો તફાવત જાણતો નથી અને વાદળી તે રંગ છે જે તે શ્રેષ્ઠ જોઈ શકે છે.

તમને ખાતરી નહીં થાય પણ જો તમારે ફેસબુક પર માર્ક ઝુકરબર્ગના પેજ પર જવું હોય તો ફેસબુક ડોટ કોમ/4. ટાઇપ કરો. આની મદદથી તમે સીધા જ માર્ક ઝુકરબર્ગની પ્રોફાઇલ પર જઈ શકો છો.

શરૂઆતમાં ફેસબુકનું લાઈક બટનનું નામ ‘AWESOM’ હતું, જેનું નામ પાછળથી ‘LIKE’ રાખવામાં આવ્યું.

જો કોઈ ફેસબુક વપરાશકર્તા મૃત્યુ પામે છે, તો તેના/તેણીના મિત્રો, પરિવારના સભ્યો અથવા અન્ય પરિચિતો ફેસબુકને રિપોર્ટ કરી શકે છે અને તેમની પ્રોફાઇલને ‘Memorialized Account’ તરીકે બદલી શકે છે.

ફેસબુક ઘણા સાઉન્ડ ઈફેક્ટ અને મ્યૂઝિક પ્રદાન કરે છે. આ મ્યુઝિક નમૂનાઓ વિશેની ખાસ વાત એ છે કે તે ફેસબુકના પ્લેટફોર્મ પર સંપૂર્ણ મફત છે. જેનો ઉપયોગ તમે તમારા પ્રોજેક્ટમાં કરી શકો છો. આ સિવાય ફેસબુક થોડા સમય પહેલા યુઝર્સ માટે મોબાઈલ રિચાર્જ કરવાનો પણ એક વિકલ્પ શરૂ કર્યો હતો.