દુનિયાના કોઇપણ છેડે જાઓ ભારતીયો તો મળશે જ, પાકિસ્તાનમાં ભારતીયોની સંખ્યા જાણી આંચકો લાગશે

દુનિયાના કોઇપણ છેડે જાઓ ભારતીયો તો મળશે જ, પાકિસ્તાનમાં ભારતીયોની સંખ્યા જાણી આંચકો લાગશે

એક સામાન્ય કહેવત છે કે દુનિયાના કોઇપણ છેડે જાઓ તમને ભારતીય તો મળી જ રહેશે. પરંતુ આ વાત આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સાથે મેળ બેસતી નથી. જી હા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં કહ્યું કે પાકિસ્તાનમાં ભારતનો એક પણ નાગરિક રહેતો નથી. વિદેશ મંત્રાલયે દુનિયાના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા સાથે જોડાયેલા આંકડા રજૂ કર્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે લોકસભા સાસંદ પ્રસૂન બેનર્જીનો વિદેશ મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભારતીય મિશન સાથે જોડાયેલા આંકડા પ્રમાણે લગભગ 13,620,000 લોકો દેશની બહાર રહે છે. વિદેશ મંત્રાલયે દેશ પ્રમાણે આંકડા જાહેર કર્યા છે જેમાં વિશ્વના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા બતાવી છે.

તેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં આંકડો રજૂ કર્યો. પહેલાં પ્રશ્નના જવાબમાં કહ્યું કે આખી દુનિયામાં ભારતના લગભગ 1 કરોડ 36 લાખ 20 હજાર લોકો રહે છે. આરબીઆઈના આંકડા પ્રમાણે 2018-19મા દેશમાંથી બહાર રહેતા લોકો દ્વારા 76.4 અબજ અમેરિકન ડોલર ભારતમાં આવ્યા. ત્યાં 2019-20 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 41.9 અબજ અમેરિકન ડોલર ભારત આવ્યા.

પાડોશી દેશોમાં નેપાળમાં સૌથી વધુ ભારતીય

પાડોશી દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતના લોકો રહે છે. પરંતુ સૌથી ચોંકાવનાર વાત એ છે કે પાકિસ્તાન જો કે ભારતનો પાડોશી હોવાની સાથો સાથ ભારતના જનમાનસ અને નીતિ-નિર્માતાઓના જેહનમાં હંમેશા છવાયેલું રહે છે. ત્યાં એક પણ ભારતીય રહેતો નથી. આ આંકડો ચોંકાવે છે પરંતુ બંને દેશોની વચ્ચે સંબંધો વણસેલા દેખાય છે. પાડોશી દેશોમાં સૌથી વધુ ભારતીય લોકો નેપાળમાં રહે છે. અહીં 6 લાખથી વધુ ભારતીય છે, નેપાળ જવા માટે પાસપોર્ટ વીઝાની જરૂર પડતી નથી.

ચીનમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે ચીનમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા ત્રણ ભાગમાં વહેંચાઇ છે. ચીનમાં (55,500), હોંગકોંગ (31989) અને તાઇવાનમાં 4010 લોકોની કુલ વસતી 91499 છે.

બાંગ્લાદેશમાં 10,385, અફઘાનિસ્તાનમાં 3,087, મ્યાનમારમાં 9,000, માલદીવમાં 25,200, ભૂતાનમાં 60000, નેપાળમાં 6 લાખ અને શ્રીલંકામાં 14000 ભારતીય લોકો રહે છે.

આ સિવાય મધ્ય-પૂર્વના દેશો જેવાંકે બહેરીન, લીબિયા, મોરક્કો, ઓમાન , ફિલિસ્તીન, કતાર, સાઉદી અરબ, સોમાલિયા, સુડાન, સીરિયા, યુએઇ અને યમન જેવા દેશો પણ સામેલ છે. તદઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે.

વિશ્વનો કદાચ જ કોઇ ખૂણો એવો હશે જ્યાં ભારતના લોકો નથી રહેતા. કેટલાંય દેશો એવા પણ છે જ્યાં માત્ર એક ભારતીય રહે છે. નિકારાગુઆ મધ્ય અમેરિકાનો એક એવો દેશ છે જ્યાં માત્ર એક ભારતીય છે. આવા દેશોમાં કુલ આઇલેન્ડ જ્યાં 5 ભારતીય રહે છે. તો ક્રોએશિયામાં 10, હોડરસમાં 17, કોરિયામાં 15, ટોંગામાં 6, વનુઆટુમાં 10 લોકો રહે છે. મલેશિયામાં 2000થી વધુ ભારતીય રહે છે.

જ્યારે વિશ્વના એવા દેશો જેવાંકે પાકિસ્તાન, તુવાલુ, હોલી શી , કિરીબાતી, સેન મેરિનો જેવા દેશોમાં ભારતીયોની સંખ્યા શૂન્ય છે.