કઈ સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે મહામારી? WHO ક્યારે અને કેમ લે છે આ નિર્ણય?

કઈ સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે મહામારી? WHO ક્યારે અને કેમ લે છે આ નિર્ણય?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરાના વાયરસને મહામારી જાહેર કરી દીધો છે. કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ મોડમાં છે. આવો જાણીએ મહામારી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 73 થઈ ગઈ છે. પીડિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વાયરસનાં કારણે ભારત સરકારે સખ્ત પગલા ઉઠાવતા દુનિયાનાં તમામ દેશો માટેનાં વીઝા રદ્દ કરી દીધા છે. આ વીઝા અત્યારે 15 એપ્રિલ સુધી રદ્દ કરી દેવામાં આવ્યા છે.

 2009માં WHOએ સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કર્યો હતો

આનો મતલબ એ છે કે દુનિયાનો કોઈપણ નાગરિક કોરોના વાયરસનાં કારણે ભારતમાં નહીં આવી શકે. ફક્ત ડિપ્લોમેટ્સને આવવા માટે છૂટ છે. મેડિકલ સાયન્સની ભાષામાં પૈનડેમિક બીમારી એવી સ્થિતિને કહેવામાં આવે છે જેના કારણે દુનિયાભરમાં એક જ સમયે મોટી સંખ્યામાં લોકો ચેપગ્રસ્ત થઈ જતા હોય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરી દીધો હતો, જેના કારણે અનેક લોકોનાં જીવ ગયા હતા.

કઈ રીતે નક્કી કરે છે કે આ બીમારીને મહામારી જાહેર કરવામાં આવે?

જ્યારે કોઈ બીમારી લોકોમાં સરળતાથી ફેલાય છે તો તે બીમારીને મહામારી જાહેર કરવાની શક્યતાઓ વધી જાય છે. એકવાર મહામારી જાહેર થયા બાદ સરકારો અને સ્વાસ્થ્ય પ્રણાલીઓએ એ ખાતરી કરવાની આવશ્યકતા રહે છે કે તેઓ આના માટે તૈયાર છે.

મહામારીની જાહેરાત ક્યારે કરવામાં આવે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એવી રીતે નક્કી નથી થતુ કે મહામારીની જાહેરાત ક્યારે કરવી છે. આની કોઈ સીમા નથી. એક નિશ્ચિત સંખ્યામાં મૃત્યુ અથવા સંક્રમણ ઝડપથી વધે છે ત્યારબાદ મહામારી જાહેર કરવાની સંભાવના વધી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ માટે કોઈ વેક્સીન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી અને આ ઝડપથી ફેલાઈ રહ્યો છે.