કોરોના: પાકિસ્તાનમાં ભણતા હતા ભારતીય વિદ્યાર્થી, 43 લોકોને મોકલાયા ક્વારંટાઇન સેન્ટરમાં

કોરોના: પાકિસ્તાનમાં ભણતા હતા ભારતીય વિદ્યાર્થી, 43 લોકોને મોકલાયા ક્વારંટાઇન સેન્ટરમાં

પંજાબનાં અટારી સ્થિતિ ભારત-પાકિસ્તાન બૉર્ડરનાં રસ્તે ભારત આવેલા 43 લોકોને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની કોરોના વાયરસની તપાસ કરવામાં આવશે. 43માંથી 29 એવા છે જે દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા હતા. પાકિસ્તાનમાં ભણતા આ લોકોને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને લોકો પાકિસ્તાનમાં તેમના ભણવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

14 વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા હતા

અટારી-વાઘા બૉર્ડરનાં રસ્તેથી પરત ફરેલા 43 ભારતીયોને અમૃતસરની ક્વારંટાઇન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. સિવિલ સર્જન પરીજીત કૌર જોહાલે કહ્યું કે, “આ 43માંથી 29 દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા છે. આ તમામની મેડિકલ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે.”

પંજાબમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 2 સંક્રમિત કેસ

ક્વારંટાઇન ફેસિલિટી અંતર્ગત બહારથી દેશ પરત ફરી રહેલા લોકોને કોરોના વાયરસની તપાસ માટે 14 દિવસ માટે અલગ રાખી શકાય છે. પંજાબમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 2 સંક્રમિત કેસ સામે આવી ચુક્યા છે. ચંદીઞઢમાં બ્રિટનથી પરત ફરેલી 23 વર્ષની યુવતીને કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.

અપરાધીઓને છોડી મુકવાનો પ્રસ્તાવ

કોરોના વાયરસ પ્રકોપને રોકવા અને કેદીઓની ભીડ ઓછી કરવા માટે પંજાબ જેલ વિભાગે રાજ્યની અલગ અલગ જેલોમાં બંધ 3 હજાર ડ્રગ માફિયા અને 2800 નાના અપરાધીઓને છોડી મુકવાનો પ્રસ્તાવ આપ્યો છે. મંત્રી સુખવિંદર સિંહ રંધાવાએ આ વાતની જાણકારી આપી છે.