ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો

ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો

। વોશિંગ્ટન  ।

અમેરિકા સહિત આખા વિશ્વમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. અમેરિકાનાં કેટલાક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા ૭ કરોડથી વધુ લોકો ઘરમાં પૂરાયા છે. વ્હાઈટ હાઉસમાં કોરોનાનો પહેલો  પોઝિટિવ કેસ નોંધાતા કડક પગલાં લેવાયા છે. અમેરિકામાં ન્યૂ યોર્ક કોરોનાનું એપી સેન્ટર બનતા ટ્રમ્પે હોનારતની સ્થિતિ જાહેર કરી છે. અહીં ૭૧૦૨થી વધુ લોકોને સંક્રમણ થયું છે. ૩૮થી વધુ લોકોનાં મોત થયા છે. કોલંબિયામાં આખા દેશનાં લોકોને ૨૧ દિવસ ફરજિયાત આઈસોલેશનમાં રહેવાનો આદેશ અપાયો છે.

કેલિર્ફોિનયા પછી ઈલિનોઈસ અને ન્યૂ યોર્કને પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા ૭ કરોડ લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે. લોકોની અવરજવર નિયંત્રિત કરાઈ છે અને અનિવાર્ય સંજોગો સિવાય કોઈને બહાર નીકળવા દેવાતા નથી. લકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને શિકાગો ઉપરાંત સાન ડિએગો અને સાન ફ્રાન્સિસ્કોને પણ લોકડાઉન કરાયા છે. કનેક્ટિકટ, પેન્સિલ્વેનિયા અને નેવાડામાં પણ લોકડાઉન જાહેર કરાયું છે.

અમેરિકાનાં ૩૫ રાજ્યોમાં ૨૨,૧૩૨ લોકો કોરોનાની ચપેટમાં છે અને મૃત્યુઆંક ૨૮૨ને વટાવી ગયો છે. લોકોને ગ્રોસરી અને દવાઓ ખરીદવા જ બહાર જવાની છૂટ અપાય છે. આર્મીમાં ભરતીની કામગીરી બંધ કરાઈ છે. આર્મીમાં સંક્રમણનાં નવા ૪૫ કેસ સાથે કુલ ૧૨૮ જવાનો સંક્રમિત છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં વસતા ભારતીયોને કારણવિના ઘરની બહાર નહીં નીકળવા અને કોરોનાને કાબુમાં લેવા લોકોથી અલગ રહેવા તાકીદ કરી છે. અમેરિકામાં વસતા ભારતીયો સાથે દેશનું વિદેશ મંત્રાલય સંપર્કમાં છે અને તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

છેલ્લાં ૨૪ કલાકમાં ઈટાલીમાં ૭૯૩, સ્પેનમાં ૨૮૫, ઈરાનમાં ૧૨૩ના મોત

કોરોનાએ વિશ્વનાં ૧૯૫માંથી ૧૮૫ દેશમાં કોહરામ મચાવ્યો છે. જેમાં ૧૨૭૭૭નાં મોત થયા છે અને ૨,૯૭,૪૪૫ લોકોને અસર થઈ છે. જો કે ૯૪,૫૮૪ લોકોને સાજા કરાયા છે. શનિવારે એક જ દિવસમાં વિશ્વભરમાં ૧,૩૯૩ દર્દીઓના મોત થયા છે. સ્પેનમાં એક જ દિવસમાં ૨૮૫નાં મોત થતા કુલ મૃત્યુઆંક ૧૩૭૮ થયો છે. જ્યારે ઈરાનમાં ૧૨૩નો ભોગ લેવાયો છે. ઈટાલીમાં એક દિવસમાં વધુ ૪૮૨૫ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

બ્રિટનમાં લોકડાઉનનો પહેલો દિવસ : શહેરોની શેરીઓ, રસ્તા સૂમસામ : મૃત્યુઆંક ૧૭૭

બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા કોરોનાને રોકવા લોકડાઉન જાહેર કરાયો હતો. બ્રિટનનાં અનેક શહેરોની શેરીઓ અને રસ્તા સૂમસામ થઈ ગયા હતા. લાખો લોકોએ આદેશનું પાલન કરીને ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. નોટિંગહામ, લિસેસ્ટર, લંડન અને સાઉધમ્પ્ટન સહિત અનેક શહેરોમાં જિમ, રેસ્ટોરાં, પબ, સિનેમા તેમજ બજારો બંધ રહ્યા હતા. પીએમએ લોકોને સોશિયલ ડીસ્ટન્સિંગ રાખવા આદેશ આપ્યો હતો. યુકેમાં કોરોનાને કારણે શુક્રવારે વધુ ૪૦ લોકોનાં મોત થતા કુલ આંક ૧૭૭ થયો હતો. જ્યારે વધુ ૪૦૦૦ને સંક્રમણ થયું હતું. જે લોકો કોરોનાને કારણે કામ કરી શકે તેમ ન હોય તેમને ૮૦ ટકા વેતન આપવા જાહેરાત કરાઈ હતી.

ઈટાલીમાં એક જ દિવસમાં ૭૯૩નાં મોત

ઈટાલીમાં શનિવારે એક જ દિવસમાં ૭૯૩ લોકોનાં મોતથી હાહાકાર મચ્યો છે. કુલ મૃત્યુઆંક ૪૮૨૫ થયો છે. જ્યારે ૫૩,૫૭૮થી વધુને સંક્રમણ થયું છે. આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિ બગડી રહી છે. જર્મનીમાં ૨૪ કલાકમાં ૩૦૦૦ નવા કેસ બહાર આવ્યા છે.

કોરોના અપડેટ ।

  • સિંગાપુરમાં ૨નાં મોત થયા છે જ્યારે ૪૩૨ને સંક્રમણ થયું છે.
  • રોમમાં ફસાયેલા ૨૬૨ ભારતીયોનો રવિવારે ખાસ વિમાનમાં ભારત લાવશે
  • પાકિસ્તાનમાં કોરોનાનાં ૫૧૩થી વધુ કેસો
  • યુએઈમાં બેનાં મોત થયા છે જ્યારે અબુધાબીમાં ૧૪૦ને સંક્રમણ
  • રોનાથી લડવા શ્રીલંકામાં કરફ્યૂ લગાવાયો
  • જર્મનીમાં નિયમોનું પાલન નહીં કરે તો કરફ્યુ લદાશે.

કયા દેશમાં કેટલા કેસ કેટલા મોત?

દેશ         કેસ       મોત

ઈટાલી          ૫૩૫૭૮        ૪૮૨૫

ચીન              ૮૧૦૦૮        ૩૨૫૫

ઈરાન           ૨૦૬૧૦        ૧૫૫૬

સ્પેન              ૨૫૩૭૪        ૧૩૭૮

અમેરિકા        ૨૨૧૩૨        ૨૮૨

ફ્રાન્સ             ૧૨૬૧૨        ૪૫૦

યુકે                ૪૦૯૪          ૧૮૦

નેધરલેન્ડ      ૩૬૩૧          ૧૩૬

જાપાન         ૧૦૦૭          ૩૫

જર્મની           ૨૧૮૫૪        ૭૭

ભારત           ૩૨૯              ૦૪