ગુજરાતની આ દીકરીને ધન્ય છે, કોરોના કહેર વચ્ચે ઈટલીમાં ફસાયેલા 263 ભારતીયોને લઈને પાછી ફરી

ગુજરાતની આ દીકરીને ધન્ય છે, કોરોના કહેર વચ્ચે ઈટલીમાં ફસાયેલા 263 ભારતીયોને લઈને પાછી ફરી

કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ના પ્રકોપથી છીન્નભિન્ન થયેલા ઈટલીમાં ફસાયેલા 263 ભારતીયોને એર ઈન્ડિયાની પાયલોટ સ્વાતિ રાવલ જ્યારે દેશમાં પહોંચી ત્યારે માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ આખા ભારત માટે ગર્વની ક્ષણ બની ગઈ હતી. ઈટલીમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવીને સ્વાતિએ માત્ર સેકડો ભારતીયો અને તેમના પરિવારજનોની અંદર એક આશાનું કિરણ જગાવ્યું હતું અને આખા વિશ્વને એક સંદેશ આપ્યો હતો કે, ખતરો ભલે ગમે તેટલો મોટો હોય, ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવા માટે તમામ રીતે સક્ષમ છે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્વાતિના પિતા એસડી રાવલે જણાવ્યું કે, જ્યારે સ્વાતિને 22 લોકો ક્રૂની સાથે ઈટલી જવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ 21 માર્ચે સાંજે સ્વાતિએ મને ફોન કર્યો હતો. મેં તેને પુછ્યું હતું કે, તે શું નિર્ણય લીધો છે, ત્યારે સ્વાતિએ જણાવ્યું કે, હું ઈટલી જવા માટે પુરી રીતે તૈયાર છું.

મને મારી પુત્રી પર ગર્વ

રાવલે જણાવ્યું કે, હું એક ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને દરેક પરિસ્થિતિમાં સરકારી ડ્યૂટી પર કાર્યરત રહ્યો છું અને મને ગર્વ છે કે મારી પુત્રીએ પણ એવું કર્યું. તે નીડર છે.

રાવલે જણાવ્યું કે, જ્યારે સ્વાતિએ વિમાન લઈને ઈટલી માટે ઉડાન ભરી, ત્યારબાદ તમામ યાત્રી તૈયાર હતા અને સ્વાતિ તમામ ભારતીયોને દિલ્હી પાછી લાવી હતી. તેમણે જણાવ્યું કે, હું એક બાપ તરીકે થોડો ચિંતિત હતો, પરંત જે રીતે પોતે અને તેમના ક્રૂ મેમ્બર્સની બહાદુરીથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઘરે પાછી લાવી હતી, તે પ્રશંસાને પાત્ર છે.

બે બાળકોની માતા સ્વાતિએ રાયબરેલીથી કોર્મોશિયલ પાયલોટની ટ્રેનિંગ લીધી હતી અને તે 2006થી એર ઈન્ડિયાની સાથે કામ કરી રહી છે.