કોરોના વાઈરસના સંક્રમણના ફ્ક્ત ૫ થી ૧૦% કેસો જ ગંભીર હોય છે

કોરોના વાઈરસના સંક્રમણના ફ્ક્ત ૫ થી ૧૦% કેસો જ ગંભીર હોય છે

દુનિયાના તમામ ૧૯૫ દેશોમાં કોરોના વાઇરસનો પ્રકોપ ફટી ચૂક્યો છે. લગભગ સાડા ત્રણ લાખ લોકો અત્યાર સુધી સંક્રમિત થયા છે અને ૧૬ હજારથી વધુના મોત થયા છે. દરરોજ સેંકડો નવા દર્દીઓ ઉમેરાય છે અને તેનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જો કે એ તમામ હકીકતો વચ્ચે એક વાત સારી એ પણ છે કે એક લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઇ શક્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા ઇટાલી અને ચીન એ બે દેશોની મેડિકલ સંસ્થાનોના રિપોર્ટ જોઇએ તો જણાય છે કે બંને દેશોમાં વૃદ્ધો અને પહેલાંથી કોઇ બીમારીનો ભોગ બનેલા હોય એવા લોકોને આ વાઇરસે વધુ શિકાર બનાવ્યા છે.

મૃત્યુ પામનારામાં ૫૦ વર્ષથી ઓછી વયના ફ્ક્ત ૩૬ લોકો જ હતા

ઇટાલીની નેશનલ હેલ્થ ઇન્સ્ટિટયૂટની ૨૦ માર્ચે પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા ૩૨૦૦ લોકોમાંથી ૫૦ વર્ષથી ઓછી વયના ફ્ક્ત ૩૬ લોકો જ હતા. એક મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં ૧૧ માર્ચે પ્રકાશિત એક લેખ મુજબ ઇટાલીમાં મૃતકોની સરેરાશ વય ૮૧ વર્ષની છે. મતલબ કે આ વાઇરસથી સૌથી વધુ જોખમ વૃદ્ધોને છે. ચીનમાં મૃત્યુ અંગે થયેલા પ્રારંભિક વિશ્લેષણમાં પણ આ જ હકીકત બહાર આવી હતી કે કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામનારાઓમાં ૮૬ ટકા લોકો વૃદ્ધ હતા. જો કે ઇટાલીમાં અત્યાર સુધીમાં ૬ હજારથી વધુ મોત થઇ ચૂક્યા છે.

ઇટાલીનો રિપોર્ટ

ઇટાલીમાં અત્યાર સુધીમાં ૫૩,૫૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોનાથી ૪૮૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ઇટાલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટિટયૂટના અહેવાલ મુજબ ૨૦ માર્ચ સુધીમાં ઇટાલીમાં ૩૨૦૦ લોકોના મોત થયા હતા, જેમાં ૨૪૪૩ લોકોની વય ૭૦ વર્ષ કરતાં વધુ હતી. ફ્ક્ત ૧.૧ ટકા એટલે કે ૩૬ ટકા લોકો જ એવા હતા, જેમની વય ૫૦ વર્ષ કરતાં ઓછી હતી.

ચીનનો રિપોર્ટ

ચીનના સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલે ફેબ્રુઆરીના અંતમાં એક રિપોર્ટ બહાર પાડયો હતો. આ હેવાલ કોરોના વાઇરસથી સંક્રમિત ૭૨,૩૧૪ દર્દીઓના ડેટા પર આધારિત છે. એ મુજબ બાળકો અને યુવાનોમાં તેનો મૃત્યુ દર ઘણો જ ઓછો છે. પરંતુ ૮૦ વર્ષથી વધુ વયના ૧૦૦ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. તો તેમાંથી ૧૮ લોકોના મોત થઇ શકે છે. રિપોર્ટ એમ પણ કહે છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થતાં હાર્ટ ડિસીઝથી પીડાતા લોકોને વધુ જોખમ રહે છે.

અમેરિકાનો રિપોર્ટ

મીડિયા હેવાલ મુજબ ૬૦ ટકા અમેરિકન ઓછામાં ઓછી એક બીમારીથી પીડાતા હોય છે. ૪૦ ટકા અમેરિકનો એવા છે, જેમને એક કરતાં વધુ બીમારી છે. જો કોઇ વ્યક્તિને હાર્ટ ડિસીઝ, કેન્સર કે ડાયાબિટીસ જેવી બીમારી છે, તો તેને કોરોના વાઇરસની અસર સ્વસ્થ વ્યક્તિની સરખામણીએ વધુ ઝડપથી થઇ શકે છે. વન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં ઇન્ફ્ેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડો. વિલિયમ શેફ્નર કહે છે કે, જો તમારી વય ૬૦ વર્ષથી વધુ છે અને જો તમે કોઇ બીમારીથી પીડાતા હોવ તો તમારે વધુ સતર્ક રહેવાની જરૂર છે અને સાવધાન રહેવાનું છે.

યુરોપિયન યુનિ.નો રિપોર્ટ

યુરોપિયન યુનિયનના સેન્ટર ફેર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના હેવાલ મુજબ કોરોના વાઇરસના સંપર્કમાં આવતા ૮૦ ટકા લોકો સામાન્ય બીમાર પડે છે અને તેમનામાંથી વધુ કેસો તો સારા પણ થઇ ગયા છે. ૧૪ ટકા લોકો જ ગંભીર રીતે અને ફ્ક્ત ૬ ટકા જ લોકો વધુ ગંભીર બીમાર પડયા કે તેમના મૃત્યુ થયા હોય, જેમને અગાઉ કોઇ બીમારી ન હતી કે તેમની વય વધુ ન હતી.

ભારતનો રિપોર્ટ

છેલ્લા ૧૦-૧૨ દિવસથી દેશમાં કોરોના વાઇરસના કિસ્સા વધી રહ્યા છે. ગયા રવિવાર સુધી દેશમાં કોરોના વાઇરસનો ૩૯૬ કેસ નોંધાયા છે. એ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવનું કહેવું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત ૮૦ ટકા લોકો જોતે જ ઠીક થઇ જશે. તેમની તબિયત પણ વધુ ખરાબ નહીં થાય. ૧૫ ટકા લોકોને શરદી સળેખમ કે તાવ આવશે. ફ્ક્ત ૫ ટકા લોકો જ એવા હશે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે.

સ્વસ્થ લોકોનો મૃત્યુદર

બીમારી                 મૃત્યુદર

સ્વસ્થ                  ૦.૯

હાર્ટ પેશન્ટ             ૧૦.૫

ડાયાબિટીસ             ૭.૩

શ્વાસના રોગીઓ         ૬.૩

હાઇ બીપી              ૬.૦

કેન્સર          ૫.૬

નોંધ તમામ આંકડા ટકાવારીમાં છે

જેમ વય વધુ એમ જોખમ વધુ… 

વય            કેટલાં          કેટલાં

વર્ષમાં          મોત            જોખમી

૦-૯           ૦              ૦

૧૦-૧૯        ૦             ૦

૨૦-૨૯        ૦              ૦

૩૦-૩૯        ૯              ૦.૩

૪૦-૪૯        ૨૭             ૦.૫

૫૦-૫૯        ૯૩             ૧.૧

૬૦-૬૯        ૩૨૯          ૪.૪

૭૦-૭૯        ૧૧૩૪        ૧૩.૫

૮૦-૮૯        ૧૩૦૯         ૨૦.૯

૯૦ વર્ષથી પર         ૨૯૮          ૨૨.૫

કુલ             ૩૨૦૦        ૭.૬

(ઉપરના આંકડા ટકામાં દર્શાવેલ છે.)

અલગ વયજૂથમાં મૃત્યુ દર 

વય જૂથ        મૃત્યુ દર

(વર્ષમાં)        (ટકામાં)

૦-૯           ૦.૦૧થી ઓછું

૧૦-૧૯        ૦.૦૨

૨૦-૨૯        ૦.૦૯

૩૦-૩૯        ૦.૧૮

૪૦-૪૯        ૦.૪૦

૫૦-૫૯         ૧.૩

૬૦-૬૯        ૪.૬

૭૦-૭૯        ૯.૮

૮૦ વર્ષથી વધુ ૧૮