સોશિયલ મિડિયામાં ભડકાઉ વિડિયો, પોસ્ટ કરનારા સામે ગુનો નોધાશે

સોશિયલ મિડિયામાં ભડકાઉ વિડિયો, પોસ્ટ કરનારા સામે ગુનો નોધાશે

જીવલેણ કોરોનાથી લોકો ભયભીત છે ત્યારે

દાહોદમાં બે ભાવનગર રેન્જમાં ચાર લોકો સામે ફરિયાદ કરાઇ

અમદાવાદ,તા.28,માર્ચ,શનિવાર,2020

વિશ્વ ભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાઇરસનાથી લોકો ડરી રહ્યા છે. તો  કેટલાક ટિખળખોરો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયા  અને  ફોટા પોસ્ટ કરીને ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાથી આવા લોકો સામે પોલીસ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરશે.

એક તરફ જીવલેણ કોરાના વાઇરસે ગુજરાત સહિત દેશને બાનમાં લઇ લીધો છે તો બીજીતરફ લોકડાઉનના કારણે લોકો ઘરમાં બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અવા સંજોગોમાં લોકો ઘરે બેસીન રાત દિવસ  વોટ્સએપ અને ફેસબુક  સહિત  સોશિયલ મિડિયા જોઇને સમય પસાર કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયો તથા ફોટા સહિતની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

જેથી આવા કૃત્યો અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ થતા લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે ગુનો નોધવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ ંહતું.  સોશિયલ મિડિયા પર આવા મેસેજ પાસ કરવા બદલ દાહોદ પોલીસે ૨ અને  ભાવનગર  રેન્જમાં ચાર સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોધવામાં આવી છે.