ચીન અંગે સચોટ ભવિષ્યવાણી કરનાર નોબેલ વિજેતાનો દાવો – અંતિમ તબક્કામાં છે કોરોના વાઈરસ

ચીન અંગે સચોટ ભવિષ્યવાણી કરનાર નોબેલ વિજેતાનો દાવો – અંતિમ તબક્કામાં છે કોરોના વાઈરસ

ઈન્ટર નેશનલ ડેસ્કઃ સંપૂર્ણ વિશ્વમાં કોરોનાની મહામારીને લીધે દહેશતનો માહોલ છે ત્યારે આ જોખમી વાઈરસનો સામનો કરવા માટે વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તી તેમના ઘરોમાં કેદ થઈ ગઈ છે. દરમિયાન કોરોના વાઈરસને લઈ નોબેલ પુરસ્કાર વિજેતા માઈકલ લેવિટની ભવિષ્યવાણી લોકોને રાહત અપાવી શકે છે. અત્યાર સુધી આ બીમારીનો કોઈ ઈલાજ મળી શક્યો નથી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બાયોફિઝીસિસ્ટ અને નોબેલ પુરસ્કાર વિજેતા માઈકલ લેવિટે એક ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગે વિશ્વને એક બુસ્ટર શોટ આપ્યો છે. આ મહામારી સામનો કરવો કરવો જરૂર છે. હવે કોવિડ-19નો કહેર ટૂંક સમયમાં ખતમ થઈ જશે.

રસાયણ વિજ્ઞાનમાં 2013માં નોબેલ પુરસ્કાર જીતનાર લેવિટે આ અગાઉ ચીનમાં મહામારી અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીનમાં આ મહામારી વિનાશકારી પ્રકોપ લઈને આવશે. માઈકલ સિવાય અન્ય કેટલાક નિષ્ણાતો પણ આ અંગે ભવિષ્યવાણી કરી ચુક્યા છે. માઈકલ લેવિટે પણ એવી આગાહી કરી હતી કે ચીનમાં સવા ત્રણ હજાર લોકોના મોત થશે.

માઈકલ લેવિટે ‘ધ લોસ એન્જેલસ ટાઈમ્સ’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણે કોરોનાના વધી રહેલા પ્રકોપને અટકાવવો જોઈએ, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. હવે સ્થિતિ એટલી ગંભીર નથી કે જેટલી અગાઉની સ્થિતિમાં ચેતવણી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે કોરોનાના વધી રહેલા કેસ ચોક્કસ પણ ચિંતાજનક છે, પણ ધીમી વૃદ્ધિની સ્થિતિ સ્પષ્ટ સંકેટ આપે છે. કોરોના વાઈરસથી વિશ્વભરમાં આશરે 4,80,000થી વધારે લોકોને સંક્રમિત કર્યા છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ લીધા છે.