દુનિયા આખી માટે રાહતનાં સમાચાર, અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું- કોરોનાની દવા તૈયાર

દુનિયા આખી માટે રાહતનાં સમાચાર, અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું- કોરોનાની દવા તૈયાર

નેટફ્લિક્સ ડૉક્યૂમેન્ટ્રી ‘પૈન્ડેમિક’થી ચર્ચામાં આવેલા અમેરિકી સાયન્ટિસ્ટનું કહેવું છે કે તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. જૈકબ ગ્લાનવિલેએ જણાવ્યું છે કે સાર્સ પેદા કરનારા વાયરસની વિરુદ્ધ ઉપયોગ કરાયેલા અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી જ તેમણે આ સફળતા મેળવી છે.

પ્રભાવશાળી એન્ટીબૉડીઝ તૈયાર કર્યો હોવાનો દાવો

એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયામાં રહેનારા ફિઝિશિયન અને ડિસ્ટ્રીબ્યૂટેડ બાયોનાં સીઈઓ ડૉ. જૈકબ ગ્લાનવિલેએ કહ્યું છે કે તેમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે એન્જિનિયરિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હવે અમારી પાસે એક પ્રભાવશાળી એન્ટીબૉડીઝ છે જે કોરોના વાયરસની વિરુદ્ધ કામ કરી શકે છે. રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા સાયન્ટિસ્ટે કહ્યું કે તેમને ટીમે સાર્સની વિરુદ્ધ 2002માં ઉપયોગમાં લેવામાં આવેલા 5 એન્ટીબોડીઝનો ઉપયોગ કર્યો છે.

એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચુક્યા છે ડૉ. જૈકબ

આ જ એન્ટીબોડીઝ દ્વારા તેમણે કોરોના વાયરસનો ઇલાજ શોધવાનો પ્રયત્ન કર્યો. SARS-CoV-2 અને COVID-19 એક જ ફેમિલીનાં વાયરસ છે. અમેરિકી વૈજ્ઞાનિકે કહ્યું કે, અત્યાર સુધી તેઓ એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચુક્યા છે. તેને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે. નવા એન્ટીબોડીઝનાં માણસો પર પરીક્ષણ થયા બાદ આનો ઉપયોગ કોરોના વાયરસની વિરુદ્ધ કરવામાં આવી શકે છે. પરીક્ષણ સફળ થયા બાદ સરકારી એજન્સીની પાસે આને મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે.

તમામ રિસર્ચ ફરીથી શરુ કર્યા બાદ એન્ટીબોડીઝ તૈયાર 

ડૉ. જૈકબ ગ્લાનવિલેએ કહ્યું કે, આ એન્ટીબોડીઝ એસ-પ્રોટીન્સને બાઇન્ડ કરે છે જેના દ્વારા કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. તેમણે કહ્યું કે તમામ રિસર્ચ ફરીથી શરુ કર્યા બાદ એન્ટીબોડીઝ તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે. આ માટે તેમણે પહેલાથી જ હાજર એન્ટીબોડીઝનો ઉપયોગ કર્યો છે.