અમેરિકામાં વધુ બે ગુજરાતીઓએ દુનિયાને કહી દીધી અલવિદા, ન્યૂજર્સીના ગુજરાતી સમાજમાં શોકની લાગણી

અમેરિકામાં વધુ બે ગુજરાતીઓએ દુનિયાને કહી દીધી અલવિદા, ન્યૂજર્સીના ગુજરાતી સમાજમાં શોકની લાગણી

વિશ્વની મહાસત્તા અમેરિકા પણ કોરોના સામે ઘૂંટણીએ પડી ગયું છે, અત્યાર સુધી આ વૈશ્વિક મહામારીથી અમેરિકામાં સૌથી વધુ મોત લોકોના થઈ રહ્યા છે, અને દરરોજના હજારો લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. અમેરિકામાં મોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ગુજરાતીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. બુધવારે વડોદરાના વતની મયંક રાવનું કોરોના વાયરસના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. ત્યાર તેના બીજા દિવસે એટલે કે આજે અમેરિકાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે.

અમેરિકામાં કોરોનાની ઝપેટમાં વધુ બે ગુજરાતીઓ આવી ગયા છે અને તેમનું કરૂણ મોત નિપજતા પરિવાર સહિત સમાજમાં દુ:ખની લાગ્ણી પ્રસરી ગઈ છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે અમેરિકામાં વડોદરાના ચંદ્રકાંત અમીન અને પંકજ પરીખનું કોરોનાના કારણે મોત છે. આ બન્ને મૂળ ગુજરાતીઓ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ન્યૂજર્સીમાં વડોદરાના બે ગુજરાતીઓ કોરોનાની બીમારીમાં સપડાયા હતા. હાલ આખા અમેરિકામાં કોરોનાના કારણે હજારો લોકો મૃત્યું પામી રહ્યા છે, ત્યારે મૂળ વડોદરાના બે ગુજરાતી ન્યૂજર્સીમાં ગણા વર્ષોથી સ્થાયી થયા હતા. અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા ચંદ્રકાંત અમીન અને ન્યુજર્સીમાં નેટલીમાં રહેતા પંકજ પરીખનું કોરોનાની બીમારી લાગી જતા તેમનું અવસાન થયું હતું. બંને મૂળ વડોદરાના વતનીનું મોત થતા અમેરિકાના ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

તમને જણાવીએ કે, બુધવારે પણ વડોદરાના મયંક રાય છેલ્લા 40 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં મોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમને પોતાની મોટલો પણ હતી. એવા મયંક રાયનું સોમવારે કોરોનાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. વડોદરાના મયંક રાય વડોદરામાં ફતેહગંજ વિસ્તારમાં આવેલી સુવાસ કોલોનીમાં તેમનો બંગલો આવેલો છે. કોરોનાના કારણે સોમવારે મયંક રાયનું અવસાન થવાથી પરિવાર સહિત સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.