એક વાર કોરોનાને મ્હાત આપ્યા બાદ ફરીથી થઈ શકે સંક્રમણ? ભારતે કર્યો મોટો ખુલાસો

એક વાર કોરોનાને મ્હાત આપ્યા બાદ ફરીથી થઈ શકે સંક્રમણ? ભારતે કર્યો મોટો ખુલાસો

કોરોના વાયરસને લઈને આજે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ એન્ટી બોડી અને કોરોના વાયરસના હુમલાને લઈને મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ વાયરસ કોઈ સ્વસ્થ્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તો સ્વસ્થ્ય શરીર તેની સામે લડવા માટે એંટી-બોડી તૈયાર કરે છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો તમારૂ શરીર એંટી-બોડી તૈયાર પણ કરી લે તો તેનો અર્થ એ નથ્હી કે, આગળ જઈને ફરી ક્યારેય કોરોનાનો હુમલો થયો તો તે એન્ટિ-બોડીથી તેને મ્હાત આપશે જ. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ વાયરસ વિરૂદ્ધ જો કોઈ એન્ટિ-બોડી તૈયાર થાય છે તો તેનો અર્થ એ નથી કે, તે વાયરસ ક્યારે પણ હુમલો કરશે તો તે તેને પરાસ્ત કરી જ દેશે. એટલે કે એન્ટિ-બોડી સારી જણાઈ આવે તો પણ તે કહી ના શકાય તમે કોરોના વાયરસથી સંક્રમિત નહીં જ થાવ.

તેમણે આ બાબતે વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું હતું કે, આપણા શરીરમાં જો કોઈ વાયરસ પ્રવેશે તો તેની સામે લડવા માટે આપણું શરીર શસ્ત્ર તૈયાર કરે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં એન્ટિ-બોડી કહેવામાં આવે છે. એંટિ-બોડી વાયરસની એકદમ વિરૂદ્ધ હોય છે. તે વાયરસમાં ચિપકી જાય છે અને વાયરસને નિષ્ફળ બનાવી દે છે. તેમણે કહ્યું હતું કે, એન્ટિ બોડી અનેક પ્રકારની હોય છે. એક છે આઈજીએમ જે શરીરમાં વધારે સમય નથી રહેતી. થોડા જ દિવસો સુધી ટકે છે. આઈજીએમ એન્ટિ-બોડી હોય છે જેનો અર્થ છે કે, સંક્રમણ થોડા સમય પહેલા જ થયુ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આઈજીજી એન્ટિ-બોડી આવે ત્યારે જાણ થાય છે કે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. પરંતુ માત્ર આઈજીજી એંટિ-બ્નોડી દેખાય અને આઈજીએમ નહી તો સમજી જવુ જોઈએ આ સંક્રમણ ઘણું જુનુ છે.

ICMRના પ્રતિનિધિએ જણાવ્યું હ્તું કે, દેશમાં 5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ આવ્યા છે. બે પ્રકારના રેપિડ ટેસ્ટ કિટ આવ્યા છે. બંને મળીને 5 લાખ છે. લ્યૂજોન અને વોલફ્લોના કિટ્સ છે. બંને કિટ્સનીએ સેંસેટિવિટી 80 ટકાથી વધારે છે. તે સિરોલોજિકલ કિટ્સ છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, એ જાણવુ એટલા માટે પણ જરૂરી છે કારણ કે જ્યારે રૈપિટ ટેસ્ટિંહ કરવામાં આવશે ત્યારે ધ્યાન રાખવુ પડશે કે એ લોકોની બિમારી જણાઈ આવશે જેમાં સંક્રમણ થોડા સમય પહેલા જ થયુ હતું, તુરંત નહીં. માટે રૈપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ રોગોની તપાસ માટે નથી કરવામાં આવતો પણ એ ચકાસવા માટે થાય છે કે, કોઈ નિશ્ચિત ક્ષેત્રમાં વાયરસનું સંક્રમણ વધે છે કે નિયંત્રણમાં છે કે પછી ઘટી રહ્યું છે.