વોટ્સએપનું નવું ફીચર, ફોરવર્ડેડ મેસેજની સત્યતા જાણી શકાશે

વોટ્સએપનું નવું ફીચર, ફોરવર્ડેડ મેસેજની સત્યતા જાણી શકાશે

ઇન્ટરનેટ દ્વારા ફેક ન્યૂઝનું સત્ય ખબર પડી શકશે

કેલિફોર્નિયા. વોટ્સએપ ફેક ન્યૂઝને રોકવા માટે નવા ફીચર પર કામ કરી રહ્યું છે. તેનાથી યુઝર આવેલા મેસેજનું સત્ય જાણી શકશે. ફેસબુકે જાતે જ ભૂલમાં આ ફીચરની પુષ્ટિ કરી છે. તાજેતરમાં વોટ્સએપના એફએક્યુ પેજ પર આ અંગેની લિન્ક દેખાઇ હતી. તે મુજબ જ્યારે પણ તમને અનેક વખત ફોરવર્ડ કરેલ મેસેજ મળે તો તમારે ટેક્સ્ટની પાસે ડબલ એરો આઇકનની સાથે એક સર્ચ આઇકન દેખાશે. મેસેજનું તથ્ય જાણવા તમારે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી મેસેજ સીધો ગૂગલ પર અપલોડ થઇ જશે. તમે એ પેજ પર રિડાયરેક્ટ થઇ જશો.
અત્યારે ફીચર પર ટેસ્ટિંગ ચાલે છે
હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જે વોટ્સએપ પર ટૂંકમાં લોન્ચ થઇ શકે છે. તેને પહેલાં એન્ડ્રોઇડ યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યાર બાદ આઇઓએસ યુઝર્સ વાપરી શકશે. નોંધનીય છે કે કોરોના વાઇરસ અંગેની અફવાઓ રોકવા માટે વોટ્સએપે ફોરવર્ડ મેસેજની લિમિટ 5 યુઝર્સથી ઘટાડી એક કરી દીધી છે.