ધારાવી / અઢી ચો. કિમીમાં રહે છે 15 લાખની વસ્તી; 10 બાય 10ના રૂમમાં 10-10 લોકો

ધારાવી / અઢી ચો. કિમીમાં રહે છે 15 લાખની વસ્તી; 10 બાય 10ના રૂમમાં 10-10 લોકો

  • જંગલમાં આગની જેમ ધારાવીમાં કોરોના ફેલાઈ રહ્યો છે, જો અહીંયા સંક્રમણ આ રીતે જ વધશ તો મુંબઈ નહીં બચે 
  •  વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 100થી વધુ, અત્યાર સુધી 11ના મોત

મુંબઈ. ધારાવી ચારેય બાજૂથી સીલ છે. કોઈ પણ બહારનો વ્યક્તિ અંદર ન આવી શકે કે કોઈ બહાર ન જઈ શકે. ચારેય બાજુ પોલીસના બેરિકેડ્સ છે અને કડક પહેરો પણ લગાવેલો છે.આ શહેરની અંદર એક શહેર છે. ફિલ્મ અને લેખકોનો ગમતો મુદ્દો અને લોકશેન રહ્યો છે. એટલો ગમતો કે મુંબઈમાં ધારાવી માટે સ્લમ ટુરિઝમ હોય છે.
દુનિયાના આ સૌથી મોટા સ્લમ(2.6 સ્કેવર કિલોમીટર)માં 15 લાખ લોકો રહે છે.અહીંયા 10 બાય 10 ફુટના રૂમમાં 8-10 લોકો રહે છે. જેમાં 73 ટકા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે. કોઈ શૌચાલયમાં 40 સીટ હોય છે તો ક્યાંક 12 અને ક્યાંક 20 સીટ વાળા શૌચાલય હોય છે. એક સીટનો રોજ લગભગ 60 થી 70 લોકો ઉપયોગ કરે છે, એટલે કે એક દિવસમાં એક હજાર કરતા વધારે લોકો જાહેર શૌચાલયમાં આવે છે.
તો દેખીતું છે કે આ બધાની વચ્ચે સોશ્યલ ડિસ્ટેસીંગ કેવી રીતે શક્ય હોય શકે. જે સોશ્યલ ડિસ્ટેસીંગ માટે આખો દેશ ઘરની અંદર રહે છે, એ સોશ્યલ ડિસ્ટેસીંગ માટે ધારાવી ઘરની બહાર રહે છે. અહીંયા સવાર પડતાની સાથે જ લોકો ગૂંગળામણ ભરેલા ઓરડામાંથી બહાર શેરીઓમાં આવી જાય છે.

 અહીંયા સાયન હોસ્પિટલના એક 20 બેડના વોર્ડને ક્વૉરન્ટીન સેન્ટર બનાવાયું છે. અહીંયા દાખલ થયાના ત્રણ ચાર દિવસ પછી સેમ્પલ લેવામાં આવે છે અને ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવે છે. જ્યાંથી રિપોર્ટ પોઝિટિવ આવે છે તે વ્યક્તિના ઘર પરિવાર અને આસપાસના લોકોને સેલ્ફ ક્વૉરન્ટીન કરવાનું કહેવામાં આવે છે. તેને કહી દેવામાં આવે છે કે લક્ષણ જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલ આવો, બીએમસીના ડોક્ટર પણ કોલ કરીને ફોલોઅપ લેતા રહે છે. પરંતુ હવે દર્દી એટલા વધી ગયા છે કે ડોક્ટર કોલ કરી શકતા નથી.

15 એપ્રિલે ધારાવીમાં 56 વર્ષીય મોહમ્મદ તાલિબ શેખનું કોવિડ-19થી મોત થયું હતું તેમના બન્ને દીકરામાંથી એક પણ તેમની પાસે ન હતા. એક સાઉદીમાં તો બીજો યુપીમા છે. તેમના નજીકના સગા મતિઉર્રરહેમાને જણાવ્યું કે, અમે કોરોનાથી એટલા કંટાળ્યા નહોતા, તેમની સારવાર કરાવી લેત પણ શેખ સાહેબને ટાઈમ પર ડાયલિસિસ નહોતું મળ્યું કારણ કે કોરોના દર્દીઓનું ડાયલિસિસ અલગ મશીનથી કરવામાં આવી રહ્યું છે અને આખા મુંબઈમાં તે મશીન ખાલી ન હતું. મારી સામે જ તેમનું પેટ ફુલી રહ્યું હતું અને તેમનું ખરાબ રીતે મોત થઈ ગયું હતું. મતિઉર્રરહમાન, તાલિબ શેખના કારણે ધારાવી પાસે સાયન હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી રહ્યા હતા. ધારાવીના દર્દીઓ અને શંકાસ્પદો માટે અહીંયા જ ક્વૉરન્ટીન સેન્ટર બનાવાયું છે. મતિઉર્રરહેમાને જણાવ્યું કે, અહીંયા 20 બેડનો એક રૂમ છે, જ્યં કોરોના પોઝિટિવ, નેગેટિવ અને શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા છે. તાલિબ શેખને લક્ષણ આવ્યા બાદ 7 એપ્રિલે સાયન હોસ્પિટલના ક્વૉરન્ટીન સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ દિવસ બાદ તેમનો ટેસ્ટ કરાયો હતો. 

તે પહેલાથી જ કિડની અને લો બીપીના દર્દી હતા. તેમની સ્થિતિ એવી નહોતી કે તે ત્યાં વધારે સમય રહી શકે પણ મારું કોઈએ ન સાંભળ્યું. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું હતું કે તેમની પાસે ટેસ્ટિંગ કીટ આવશે તો જ તે ટેસ્ટ કરી શકશે. 

 મતિઉર્રરહમાને દબાણથી તાલિબ શેખને એ ક્વૉરન્ટીન સેન્ટરથી બહાર કાઢ્યા અને ચૈંબૂરના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો પણ આ સાંભળતાની સાથે જ તાલિબ શેખને હાર્ટ અટેક આવી ગયો.
ધારાવીમાં સામુદાયિક રીતે કોરોના ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં કોઈ શક નથી કે આ લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને કોરોનાના ભયાનક પરિણામોથી પણ અજાણ છે. સાંજના સમયે જ્યારે ભોજન વહેચવા આવે છે તો અહીંયા મેળો લાગી જાય છે. સામાન્ય દિવસો કરતા વધારે ખરાબ સ્થિતિ હોય છે.

ટેડ સ્પીકર અને ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સના વિદ્યાર્થી અહેમદે જણાવ્યું કે, અમે મુંબઈના મોટા સ્લમ ધારાવી-કમાઠીપુરામાં રાશન અને જમવાનું વહેંચવા જઈએ છીએ પણ ધારાવીમાં સ્થિતિ દિવસે દવિસે ખરાબ થઈ રહી છે. સરકારી મદદ વિના ધારાવીને બચાવી નહીં શકાય.

પહેલા એવું હતું કે ધારાવીમાં લોકો સવારે કામ માટે નીકળી જતા હતા અને રાતે ખરાબ રીતે થાકીને સુઈ જતા હતા. પગ પેસારવાની જગ્યા પણ મળી જાય તો પણ ઊંઘ આવી જતી અને હવે સવારથી રાત સુધી એક ખોલીમાં 10-10 લોકો રહેવાથી માનસિક બિમારીઓ પણ થઈ રહી છે અને આવામાં સોશ્યલ ડિસ્ટેસીંગ તો શક્ય જ નથી.
 ફહાદ કહે છે કે ‘ બિમારી ફેલાઈ રહી છે જેમાં અહીંયા લોકોની પણ ભૂલ છે. ઘણા લોકો તો પોલીસની પજવણી પણ કરવા લાગી જાય છે કે જૂઓ અમે ઘરની બહાર નીકળ્યા. મારી સામે કોરોનાને લીધે ચાર લોકોના મોત થઈ ચુક્યા છે પરંતુ હવે લાગે છે કે થોડા દિવસોમાં ભૂખના કારણે મોત થવા લાગશે. ખાવા માટેની લાઈન રોજ લાંબી થતી જાય છે. રોજ 40 થી 50 લોકોએ ખાવાનું લીધા વગર જ પાછું જવું પડે છે’

લાંબા સમયથી વિદેશી મીડિયા માટે ધારાવી કવર કરી રહેલા પાર્થ એમએન કહે છે,‘જો ધારાવી પેરેલાઈઝ થઈ ગયું તો મુંબઈની આર્થિક વ્યવસ્થા પર આ સૌથી મોટો ધક્કો હશે, કામગારોની મોટી સંખ્યા અહીંયાથી આવે છે. અહીંયા દસ હજારથી વધારે મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ છે જે બંધ છે. અહીંયા ઘરે ધરે જીન્સ, રેડીમેડ કપડા, લેબલિંગ, પ્લાસ્ટિક અને લેધરનું હોલસેલ કામ થાય છે અને ફેક્ટરીઓ ચાલે છે. 1 બિલીયન ડોલરનો વેપાર આ ઈનફોર્મલ ઈન્ડસ્ટ્રીથી જ થયા છે’ લગભગ દસ લાખની વસ્તી વાળા ધારાવીને 7 વોર્ડમાં વહેચવામાં આવ્યું છે. અહીંયા સૌથી વધારે અસરગ્રસ્ત વોર્ડના નગર સેવક બાબૂ ખાને જણાવ્યું કે, જો ધારાવી માટે પહેલાથી તંત્ર સતર્ક બન્યું હોત તો કદાચ સ્થિતિ આટલી ન બગડી હોત. લોકો ગભરાયેલા છે, ભૂખ્યા તરસ્યા લોકો બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. બાબૂ ખાનને બીએમસી તરફ 500 પેકેટ આપવામાં આવે છે. જેમાં ચોખા હોય છે તેઓ કહે છે કે એક મજૂરનું એક ભાતથી શું થશે. બીજુ એ પણ છે કે વિસ્તારમાં દોઢ લાખ લોકો રહે છે. દોઢ લાખમાંથી બીએમસી માત્ર 500 લોકોને મુઠ્ઠી ભાત આપે છે.